એક સમાન કર માળખા અંગેનો ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સનો ૧લી જૂલાઈથી અમલ કરાશે

1161
gandhi1452017-6.jpg

એક દેશ એક ભાવ’ના દેશની પ્રજાના હિતમાં લાવવામાં આવેલ આ કાયદો જનહિતકારી પુરવાર થઈ રહેશે તેમ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ આજે જીએસટી બાર એસોસિએશન દ્વારા આયોજીત એક દિવસીય સેમિનારને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકતા જણાવ્યું હતું. સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ તા.૧લી જૂલાઈ-૨૦૧૭થી જીએસટી અંગેના આ ઐતિહાસિક નિર્ણયનો અમલ શરૂ કરી દેવામાં આવશે. 
દેશના કરમાળખાના સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ એક્ટ સાબિત થશે.  અલગ અલગ રાજ્યોમાં જુદી-જુદી વસ્તુઓના ટેકી અંગે જે વધઘટ હતી તે અસમાનતા દૂર થશે અને સમગ્ર દેશમાં સમાન કરમાળખુ લાગુ થશે. આ સાથે રાજ્યોના વહીવટને પારદર્શી ઓનલાઈન અને સરળ બનાવવામાં જીએસટીની ભૂમિકા મહત્વની બની રહેશે. જીએસટીથી લોકોને ચીજવસ્તુઓ સસ્તી મળશે, મોંઘવારી પણ ઘટશે અને વેપારીઓ દંડાશે નહીં, અત્યારસુધી અલગ અલગ રાજ્યોમાં એકસાઈઝ, વેટ સર્વિસ ટેક્ષ અને અન્ય ટેક્ષ અલગ અલગ હતા તેને સ્થાને હવે એક જ કાયદો સમગ્ર દેશમાં અમલી થતા એકસૂત્રતા આવશે. 
ગુજરાત ગાંધી, અને સરદારનું ગુજરાત છે અહિંસા અને દારૂબંધી એ પૂજય બાપુના બે મૂળ મંત્રોને વરેલાં ગુજરાતે કરોડો રૂપિયાની ટેક્સની આવક જતી કરીને પણ દારૂબંધીને ચુસ્તપણે જાળવી રાખી છે તેમ તેમણે ઉમેર્યું હતુ. આજે અમદાવાદ ખાતે ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન દ્વારા યોજાયેલા એક દિવસીય માર્ગદર્શક સેમિનારના પ્રમુખ શ્રી ભરત ઠાકોરે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યાં હતા. 
સેમિનારમાં ગુજરાત સરકારના સેલ્સટેક્ષ, એક્સાઈઝ, નાણાં વિભાગના પદાધિકારીઓ, વિવિધ કાયદા નિષ્ણાંતો તથા જીએસટીબાર એસોસિએશનના વિવિધ શાખાના પ્રમુખો અને સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. 

Previous articleપ્રદેશ ભાજપાની શુભેચ્છા મુલાકાત લેતાં જાપાનના એમ્બેસીના રાજકીય સલાહકાર
Next articleદહેગામ ખાતે ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ દ્વારા વ્યસન મુક્તિ રથનો કાર્યક્રમ યોજાયો