પાલીતાણા ખાતે પોલીસ પરિવાર માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો

550

રાત દિવસ દિવસ,ટાઢ તડકો કે વરસાદ જોયા વિના સતત લોકોની સુરક્ષા કરતા પોલીસ જવાનો લોકોની સુરક્ષા ને લઈને પોતાના સ્વાસ્થ પર ધ્યાન આપી શકતા નથી, માટે આવા પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો ની ચિંતા એ.સી.જી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે.

ભાવનગર ની એસ.સી.જી હોસ્પિટલ દ્વારા આજે પાલીતાણા ખાતે પાંચ ડિવિઝન ના પોલીસ સ્ટાફ તેમજ તેમના પરિવારજનો નું ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ કેમ્પ માં મોટી સંખ્યાના લોકોએ પોતાના સ્વાસ્થ્ય નું ચેકઅપ કરાવ્યું હતું, આ કેમ્પને સફળ બનાવવા પાલીતાણા ના પોલીસ અધિકારીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleદુઃખનું મૂળ….
Next articleદામનગર ના ડોબરીયા પરિવાર ની પુત્રી ઓ ના લગ્નોત્સવ માં ચાંદલા ની તમામ રકમ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ને અર્પણ કરાય