આલિયા ભટ્ટે સલમાન અને આમીર સાથે ફિલ્મ ગુમાવી

0
227

સલમાન ખાન સાથે તેની ફિલ્મ ઇન્સાહઅલ્લાહ બંધ કરી દેવામાં આવતા આલિયા ભટ્ટને   બેવડો ફટકો પડી ગયો છે. કારણ કે સલમાન સાથે ફિલ્મ કરવા માટે  આલિયા ભટ્ટે આમીર ખાનની ફિલ્મને ફગાવી દીધી હતી. જો કે સલમાન ખાનની ફિલ્મ બંધ કરી દેવામાં આવતા હવે તેની પાસેથી બંને ફિલ્મો હાથમાંથી નિકળી ગઇ છે. આમીર ખાનની આ ફિલ્મ ઇન્સાહઅલ્લાહ સાથે આગળ વધનાર હતી. આલિયા ભટ્ટે તમામ તારીખ ઇન્સાહઅલ્લાહ માટે આપી દીધી હતી. જો કે હવે આ ફિલ્મ ડબ્બામાં જતા આલિયાને બે મોરચા પર ફટકો પડ્યો છે. કારણ કે આમીર ખાન જેવા મોટા સ્ટાર સાથે તેની ફિલ્મ હાથમાંથી નિકળી ગઇ છે. બીજી બાજુ  ૨૯ વર્ષ પહેલા રજૂ કરવામાં આવેલી ફિલ્મ ચાલબાજની રિમેક ફિલ્મ બનાવવા માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ ફિલ્મમાં   શ્રીદેવી, રજનિકાંત અને સન્ની દેઓલની ભૂમિકા હતી. નિર્દેશક પંકજ પરાશરની સુપરહિટ ફિલ્મ ચાલબાજની રીમેક ડેવિડ ધવન બનાવી રહ્યા છે. જેમાં આલિયા  ભટ્ટની પસંદગ શ્રીદેવીવાળા રોલ માટે કરવામાં આવી છે. ચાલબાજને આધુનિક રીતે યુવા પેઢીને ધ્યાનમાં લઇને તૈયાર કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીદેવીના રોલ માટે અભિનેત્રીની શોધ ચાલી રહી હતી. હવે તપાસ પૂર્ણ થઇ છે. ડેવિડ ધવને આલિયાની પસંદગી કરી હોવાની વાત કરી છે. આલિયા સાથે વાતચીત પણ કરી લેવામાં આવી છે.  ડેવિડ ધવને હવે તેની પસંદગી કરી લીધી છે. આલિયા ફિલ્મમાં ડબલ રોલ કરનાર છે.  રજનિકાંતના રોલમાં વરૂણ ધવન રહેશે. અનુપમ ખેરના રોલમાં રોલમાં તે પોતે જ નજરે પડી શકે છે. આલિયા આશાવાદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here