તક્ષશીલા કોલેજમાં સ્વચ્છતા અને આરોગ્ય વિષય પર ક્ષેત્ર કાર્યનું આયોજન

576

તક્ષશીલા કોલેજ ખાતે ચાલતા સેનેટરી ઈન્સ્પેકટર અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે તા. રપ થી ર૯ નવેમ્બર,ર૦૧૯ દરમિયાન તેમના અભ્યાસક્રમના સ્વચ્છતા અને આરોગ્ય વિષય અંતર્ગત ક્ષેત્ર કાર્યનું આયોજન કરવામાં આવેલ.

જેમાં વિદ્યાર્થીઓને ભાવનગર શહેરની સ્વચ્છતા જાળવવા માટે ભાગ ભજવતી મહત્વની જગ્યાઓમાં ઘન કચરા નિકાલ પ્લાન્ટ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટની મુલાકાતી લેવડાવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન એસ.આઈ. વિભાગના કોઓર્ડિનેટઠર મનોજભાઈ બારૈયા તથા પ્રદીપભાઈ ચાવડા દ્વારા વિદ્યાર્થીઓને હાલના વૈશ્વિક પ્રશ્ન ઘન કચરાના પ્રાથમિક ઉદ્દભવન સ્થાનો, તેના સંગ્રહ તેમજ નિકાલની વિવિધ વ્યવસ્થાઓ વિષે વિસ્તૃત માહિતગાર કરાયા હતાં.

Previous articleપાગલપંથી ફિલ્મને સફળતા મળતા ઇલિયાના ડીક્રુઝ ખુશ
Next articleરમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં બાળ પ્રતિભા સ્પર્ધાનો પાલિતાણા ખાતે પ્રારંભ