ઘોઘા ખાતે સમભાવ યુવા સંગઠન દ્વારા મેરેથોન દોડ યોજાઈ ગઈ

0
340

સમભાવ યુવા સંગઠન- ઘોઘા તેમજ માં ઇન્સ્ટીટયુટ-ભાવનગર અને ગિગેવ ઇન્ડેન ગ્રામીણ વિતરક-ઘોઘાના સહયોગથી તા.૦૧/૧ર/ર૦૧૯ ના રોજ ઘોઘા રો-રો ફેરી સર્વિસ ખાતે ઘોઘા તાલુકા તેમજ આજુ-બાજુના ગામના છોકરાઓ તેમજ છોકરીઓ માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ. તેમાં છોકરાઓમાં ક્રમ નંબર ૧ થી ૩ માં પહેલા નંબરેઃ- વાઘેલા શંભુ ભોળાભાઇ ગામ- લાખણકા, બીજા નંબરેઃ-ચુડાસમા રાહુલ ભરતભાઇ ગામ- મોરચંદ અને ત્રીજા નંબરે- ગોહિલ તુલસી હિંમતભાઇ ગામ-લાખણકા આવેલ તેવી જ રીતે છોકરીઓમાં ક્રમ નંબર ૧ થી ૩ માં પહેલા નંબરે- મોઢકીયા શોભનાબેન ભુથાભાઇ ગામ-કુડા, બીજા નંબરે- બાંભણીયા પ્રાંચી અરજણભાઇ ગામ-ઘોઘા અને ત્રીજા નંબરે-ચાવડા વનિતા રમેશભાઇ ગામ-વાવડી આવેલ જે તમામ ક્રમ નંબર ૧ થી ૩ આવનારને આમત્રણને માન આપીને પધારેલ મહેમાનોના હસ્તકે ઇનામ વિતરણ કરવામાં આવેલ. તેમજ છોકરાઓ અને છોકરીઓ માં ક્રમ નંબર- ૧ થી ૧૦ માં આવનારને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવેલ. અને કાર્યક્રમનાં અંતમાં પધારેલ મહેમાનો તેમજ આગેવાનો નું સમભાવ યુવા સંગઠન-ઘોઘા દ્રારા આભાર વિધી કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમભાવ યુવા સંગઠનના તમામ સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here