શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને રાજકોટ મનપાના સંયુક્ત ઉપક્રમે યોજાયો મા અમૃતમ મેગા કેમ્પ

0
262

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા અનેકવિધ સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમાજના
લોકોને ઉપયોગી થવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ
ટ્રસ્ટ-કાગવડ દ્વારા “મા અમૃતમ કાર્ડ”ના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. રાજકોટ શહેરમાં વસતા
લેઉવા પટેલ સમાજના પરિવારો માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને રાજકોટ મનપા (આરોગ્ય સમિતિ)ના સંયુક્ત
ઉપક્રમે મુખ્યમંત્રીશ્રી “મા અમૃતમ્ કાર્ડ” ની પ્રક્રિયાના મેગા કેમ્પનું આયોજન તારીખ 1લી ડિસેમ્બરને રવિવારના રોજ
કરવામાં આવ્યું હતું. સવારે 8.30 વાગ્યાથી સાંજ સુધી રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પરના નાના મવા મેઈન રોડ
પર આવેલા સત્યમ પાર્ટી લોન્સમાં “મા અમૃતમ કાર્ડ”નો મેગા કેમ્પ યોજાયો હતો. જેમાં આશરે 3 હજાર પરિવારના
મુખ્યમંત્રી “મા અમૃતમ કાર્ડ” માટે ફિંગર પ્રિન્ટ અને ફોટાની પ્રક્રિયા કરવામાં આવી હતી.


શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયાના
વરદ હસ્તે “મા અમૃતમ કાર્ડ” મેગા કેમ્પનું દિપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી નરેશભાઈપટેલે જણાવ્યું હતું કે સમાજના દરેક વ્યક્તિને સરકારની યોજનાઓનો લાભ મળી રહે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રયત્ન કરે છે.આ પ્રસંગે રાજકોટ મનપાના ઈન્ચાર્જ મેયરશ્રી અશ્વીનભાઈ મોલીયા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા,ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી,
લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, ભીખાભાઈ વસોયા, દલસુખભાઈ જાગાણી,
અજયભાઈ પરમાર, જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, ઉદયભાઈ કાનગડ, જયમીનભાઈ ઠાકર
સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી
હર્ષદભાઈ માલાણી, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન-વેરાવળ સોમનાથના પ્રમુખશ્રી ભોવાનભાઈ રંગાણી, શ્રી
ખોડલધામ ટ્રસ્ટના મંત્રીશ્રી જીતુભાઈ વસોયા, ઉપપ્રમુખશ્રી તુષારભાઈ લુણાગરીયા, સહમંત્રીશ્રી પ્રણયભાઈ વિરાણી,
ટ્રસ્ટીશ્રી રમેશભાઈ ટીલાળા સહિતના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
1 ડિસેમ્બરને રવિવારના રોજ રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પરના સત્યમ પાર્ટી લોન્સમાં
યોજાયેલા “મા અમૃતમ કાર્ડ” મેગા કેમ્પમાં એક જ દિવસમાં અંદાજે ત્રણ હજાર પરિવારના કાર્ડ કાઢવાની પ્રક્રિયા
કરવામાં આવી હતી. સવારથી સાંજ સુધી આશરે 10 હજાર જેટલા લાભાર્થીઓએ “મા અમૃતમ કાર્ડ” કાઢવા માટેફિંગર પ્રિન્ટ અને ફોટાની પ્રક્રિયામાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ
અલગ 10 વિભાગ પાડવામાં આવ્યા હતા. કોઈ લાભાર્થીને અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-
કાગવડ દ્વારા ગોઠવવામાં આવી હતી.


આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ ટ્રસ્ટના રાજકોટ
શહેરના વોર્ડ કન્વીનરો, સહ કન્વીનરો, સ્વયંસેવકો મળીને કુલ 350 જેટલા ભાઈઓ-બહેનોએ સેવા બજાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંકલન રાહુલભાઈ ગિણોયા અને હરસુખભાઈ સોજીત્રા દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here