વેરાવળ ખાતે મહિલા સામખ્ય દ્રારા શિક્ષામેલા કાર્યક્રમ યોજાયો

0
231

મહિલા સામખ્ય ગીર સોમનાથ દ્રારા ખારવા સમાજની વંડી વેરાવળ ખાતે શિક્ષામેલા કાર્યક્રમ યોજાયો હતો. આ તકે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કેલાએ શિક્ષણ અને શિક્ષિત બહેનો દ્રારા સમાજમાં થયેલ ફાયદા વિશે માર્ગદર્શન આપ્યું હતું.  કોડીનાર તાલુકાની એસઈડીઆઈ સંસ્થા માંથી આવેલ નિર્મિતાબેન અને જલ્પાબેને અંધશ્રધ્ધા અને કુરીવાજો દુર કરી દિકરીઓને કેળવણી આપવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

  

 ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ વર્ષથી ચાલી રહેલ રાત્રી શિક્ષણની સાક્ષરતા સંચાલીકા બહેનોને ગીર સોમનાથ જિલ્લાની ડી.પી.સી. ઉશાબેન સોજિત્રા અને મહાનુભાવોએ પ્રમાણપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે હિશાબનીશશ્રી સમીકભાઈ શાહ, ભાવનગર જિલ્લાના ઈન્ચાર્જ ડી.પી.સી.ઈલાબેન, અમરેલી જિલ્લાના સી.આર.પી.બહેનો અને સંઘની બહેનો મોટી સંખ્યામાં સહભાગી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here