ઉર્વશીના બેલી ડાન્સને લઇ બધા ચાહક રોમાંચિત થયા

0
246

ઉર્વશી રોટેલે ભલે પોતાની ફિલ્મોના કારણે વધારે ચર્ચામાં રહેતી નથી પરંતુ તે પોતાના ઇવેન્ટ, પરફોર્મ અને સોશિયલ મિડિયા મારફતે સતત ચાહકોમાં ચર્ચામાં રહે છે. ઇન્સ્ટાગ્રામ પર ઉર્વશી વારંવાર હોટ ફોટો અને વિડિયો જારી કરીને ચર્ચા જગાવે છે. આ વખતે તેના ઇન્ટરનેટ પર હવે વાયરલ થયેલા વિડિયોની ચારેબાજુ ચર્ચા છે. આ વિડિયોમાં તે બેલી ડાન્સ કરતી નજરે પડી રહી છે. આ લેટેસ્ટ વિડિયોને ઉર્વશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતા ચારેબાજુ તેની ચર્ચા છે. નવેસરના વિડિયોમાં ઉર્વશી જમીન પર સુઇને બેલી ડાન્સ કરતી નજરે પડી રહી છે. હકીકતમાં તો આ વિડિયો તેની હાલમાં રજૂ કરવામાં આવેલી ફિલ્મ પાગલપંતિના હિસ્સા તરીકે છે. આ વિડિયો ફિલ્મ પાગલપંતિના ગીત બિમાર દિલના પ્રેકટીસના હિસ્સાનો છે. તે આ વિડિયો જારી કરીને કેપ્શનમાં લખી રહી છે કે અહીં તે ક્લાસિકલ ઇજિપ્ત સ્ટાઇલમાં બેલી ડાન્સ કરી રહી છે. આ વિડિયોમાં રેડ કલરના ટુ પીસમાં તે નજરે પડી રહી છે. અનીસ બાજમીની ફિલ્મમાં જહોન અબ્રાહમ, અનિલ કપુર, ઇલિયાના, કૃતિ કામ કરી રહી છે. ફિલ્મમાં ઉર્વશી શાનદાર રોલ કરી ગઇ છે. તેના ટુકા રોલની પણ પ્રશંસા થઇ રહી છે. પાગલપંતિ ફિલ્મને બોક્સ ઓફિસ પર અપેક્ષા કરતા નબળો પ્રતિસાદ મળ્યો છે. જો કે કોમેડી ઇચ્છતા લોકોને ફિલ્મ પસંદ પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here