સ્ટાર કરીના કપુર ગુડ ન્યુઝ નામની ફિલ્મને લઇને સજ્જ

0
239

કરીના કપુર હાલમાં ગુડ ન્યુઝ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. અભિનેત્રી કરીના કપુર ખાન ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત ચહેરા તરીકે રહી છે. દુનિયાભરમાં તેના કરોડો ચાહકો છે. જ્યારે પણ તેનો કોઇ ફોટો ચર્ચામાં આવે છે ત્યારે તે સોશિયલ મિડિયામાં વાયરલ થઇ જાય છે. તેમ છતાં કરીના કપુર સોશિયલ મિડિયાથી સતત દુર રહી છે. તે ગુડ ન્યુઝ નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. કરીના કપુરે હાલમાં એક મેગેઝિનને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે તે સોશિયલ મિડિયામાં રહેવા માટે ઇચ્છુક નથી. કરીના કપુરે હાલમાં એક લોકપ્રિય મેગેઝિન માટે ફોટોશુટ કરાવ્યા બાદ તેની ચર્ચા જોવા મળી રહી છે. અહીં કરીના કપુરે સોશિયલ મિડિયામાં પોતાની ઉપસ્થિતી ન હોવાની વાત કરી છે. કરીના કપુરે કહ્યુ છે કે એક્ટિવ ન થવાના કારણે અથવા તો સોશિયલ મિડિયા પર હાજરી ન હોવાના કારણે તેની હાજરી પર ચારેબાજુ નજર રાખવામાં આવે છે. કરીના કપુરે કહ્યુ છે કે તેને પોતાની લાઇફમાં વધારે વાત કરવાની કોઇ જરૂર દેખાઇ રહી નથી. કેટલાક લોકો તો સોશિયલ મિડિયા પર સક્રિય છે. છતાં તેમનામાં લોકો રસ લેતા નથી. હાલમાં કરીના કપુરની વીરે દી વેડિંગ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. કરીના કપુરે તાજેતરમાં હતુ કે તે પ્રાઇવેટ પર્સન તરીકે છે. તેને પોતાના ફોટો, વિડિયો પોસ્ટ કરવાનુ પસંદ નથી. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કરીના કપુર હાલમાં વીરે દી વેડિંગની અભૂતપૂર્વ સફળતા બાદ ભારે ખુશ છે. ગુડ ન્યુજ નામની ફિલ્મની ચર્ચા ચારેબાજુ જોવા મળી રહી છે. ફિલ્મમાં તે અક્ષય કુમાર અને કિયારા સાથે નજરે પડનાર છે. આ ફિલ્મ હવે આજ મહિનામાં રજૂ થનાર છે. ફિલ્મ ૨૭મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તમામ કલાકારો ફિલ્મને લઇને આશાવાદી છે. આ કોમેડી ફિલ્મ તમામને પસંદ પડશે તેમ તમામ માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here