મહિલાઓ સંકટ સમયે મદદ મેળવી શકે તે માટે વેરાવળમાં બહેનો-વિધાર્થીઓને અપાયું માર્ગદર્શન

0
176

મહિલાઓ જાગૃત થઈને સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓનો લાભ લે તો મદદ મળે જ છે અને મહિલાઓનું આત્મ સન્માન પણ જળવાતું હોય છે. ખાસ કરીને બાળાઓ અને વિધાર્થીનીઓ-સગીરાઓ પર થતા અણબનાવ જાગૃતિથી અટકી શકે તે માટે ગીર સોમનાથ પોલીસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા મહિલા સુરક્ષા માર્ગદર્શન કાર્યક્રમ વેરાવળ ખાતે મણીબેન કોટક હાઈસ્કુલ ખાતે પ્રાર્થના હોલમાં યોજાયો હતો.

   આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલા સુરક્ષા માટે હેલ્પલાઈન તેમજ વિવિધ સુરક્ષાલક્ષી સેવાઓ શરૂ કરી છે. બહેઓ જરૂર પડયે તેનો લાભ લઈ શકે છે. તેઓએ બહેનોના વિકાસ માટે, પગભર થાય તે માટે તેમજ સમાજમાં મહિલાઓનું સન્માન જળવાય રહે તે માટે કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અને જે બહેનોએ લાભ લીધેલ હોય તે બહેનો અન્ય બહેનોને જાગૃત કરી માહિતી આપે તેમ જણાવી વિધાર્થીનીઓને સુરક્ષા હેતુએ માર્ગદર્શન આપ્યું હતું. સોશિયલ મીડીયામાં પણ આ પ્રકારના જાગૃતિ પર જણાવ્યું હતું. આ ઉપરાંત દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી વારસુરે પણ મહિલાના રક્ષણ માટેની હેલ્પલાઈન તેમજ સખી વન સ્ટોપ સેન્ટર અને મળતા લાભો અંગેની માહિતી આપી હતી. એ.એસ.પી.શ્રી અમિત વસાવાએ પોલીસ દ્રારા બહેનોને મળતી મદદ અને મુશ્કેલી વખતે સંપર્ક કરવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. અગ્રણીશ્રી રીતેશભાઈ ફોફંડીએ સમગ્ર કાર્યક્રમના આયોજન અને સંકલન અંગે આનંદની લાગણી વ્યક્ત કરી આ માર્ગદર્શન બહેનોને ઉપયોગી બનશે તેમ જણાવ્યું હતું. આભારવિધીશ્રી સેજલબેન મકવાણાએ કરી હતી.આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી નિતીન સાંગવાન, નગરપાલિકાના પ્રમુખશ્રી મંજુલાબેન સુયાણી, પી.એસ.આઈ.શ્રી પ્રવિણાબેન સાંખટ, અગ્રણી ચિમનભાઈ અઢીયા, ગીરીશભાઈ કારીયા તેમજ વેરાવળ એજ્યુકેશન સોસાયટી અને કે.કે.સવજાણી બી.બી.એ.કોલેજની બહેનો ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here