રાણપુરની ધી.જન્મભુમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધો

0
179

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ધી.જન્મભુમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.ગુજરાત રાજ્યના ૪૭ માં ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ-પ્રદર્શન ૨૦૧૯-૨૦ નું ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદેપુર ગામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાણપુરની ધી.જન્મભુમિ હાઇસ્કૂલના વિજ્ઞાન ના શિક્ષક આશિષભાઈ બી. પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ ભવ્ય દરજી અને આશિષ ખાણિયા દ્વારા નિર્મિત કૃતિ ઓર્ગેનિક ખેતી એ ભાગ લીધો હતો.જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર દ્વારા વિદ્યાર્થી અને માર્ગદર્શન શિક્ષકો ને પ્રમાણપત્રો અને મોમેન્ટો આપી પ્રોત્સાહીત કર્યા હતા..

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here