ખુનના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી ભાવનગર પોલીસ

996

નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સુચના અને નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરી સાહેબ મહુવાના માર્ગદર્શન હેઠળ અલંગ મરીન પોલીસ સ્ટેશનના અલંગ શીપયાર્ડમાં વિસ્તારમાં તાજેતરમાં બનેલ ખુનના બનાવના અનડીટેક ખુનના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને તાત્કાલીક ઝડપી પાડવા સાંરૂ ભાવનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા એસ.ઓ.જીના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા અલંગ મરીન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.બી.પી.ચૌધરી તથા એલ.સી.બી. પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા અલંગ મરીન પો.સ્ટે.ના પો.સ.ઇ. એસ.ટી.મહેશ્વરી વિગેરે પો.સ્ટાફના માણસોએ ઉપરી અધિ.ની સુચના અને માર્ગદર્શન મુજબ જુદી-જુદી ટીમો બનાવી આ અનડીટેક ખુનના ગુનાના આરોપીની ખાનગીરાહે તપાસમાં હતાં દરમ્યાન એલ.સી.બી. પોલીસને ખાનગી રાહેબાતમી મળેલ કે, અલંગ શીપયાર્ડમાં વિસ્તારમાં તાજેતરમાં બનેલ ખુનના ગુન્હાનો મુખ્ય આરોપી- જગદેવસિંહ અશોકસિંહ ગોહીલ રહે. ત્રાપજ ગામ, દરબારગઢ, લીમડી શેરી, તા.તળાજા, જી.ભાવનગર વાળો ત્રાપજ ગામની સીમમાં વાડી વિસ્તારમાં છુપાયેલ  છે. જે હકીકત આધારે ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોકત હકીકત વાળો ઇસમ મળી આવતા જેનુ નામઠામ પુછતા જગદેવસિંહ ઉર્ફે જયદીપ S/O અશોકસિંહ ઉર્ફે વાઘલે ગોહીલ જાતે.ક્ષત્રિય ઉવ.આ.૨૦ ધંધો.ખેતી/વોચમેન રહે. ત્રાપજ ગામ, દરબારગઢ, લીમડી શેરી, તા.તળાજા, જી.ભાવનગર ત વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ અર્થે અલંગ મરીન પોલીસ સ્ટેશને લાવી ઉપરોક્ત બનાવની વિગતે પુછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, મરણજનાર કાનાભાઇ ગોવિદભાઇ ઢાપાને અગાઉ ચાર વર્ષ સુધી માયાબેન વા/ઓ હસુભાઇ સરવૈયા રહે.સરતાનપર હાલ સોસીયા વાળા સાથે પ્રેમ સબંધ હોય અને છેલ્લા છ એક મહિના પહેલા કાનાભાઇ અને માયાને અણબનાવ બનતા બન્નેના પ્રેમ સબંધનો અંત આવેલ અને ત્યાર પછીથી છેલ્લા છએક મહિનાથી માયાને પોતાની(જગદેવસિંહ) સાથે પ્રેમ સબંધ હોય અને પોતાના અને માયાના પ્રેમ સબંધમાં આ કાનાભાઇ ઢાપા આડખીલી રૂપ બનતા હોય જે પોતાને અને માયાને ગમતુ ન હોય,જેથી પોતે અને માયાએ પ્લાન કરેલ અને માયાએ કાનાભાઇ ઢાપાને ઉશ્કેરેલ કે કાનાને દારૂ પીવા માટે બોલાવ અને વધારે પડતો દારૂ પીડાવીને તેનુ મર્ડર કરી નાખ તેમ માયાએ ઉશ્કેરતા રાત્રીના સમયે મે કાનાભાઇને દારૂપીવા માટે અલંગ શીપયાર્ડમાં બોલાવેલ અને કાનાભાઇને મે વધારે દારૂ પીવડાવી દિધેલ અને મે ઓછો દારૂ પીધેલ અને પછી પોતાની પાસેની છરી વડે કાનાભાઇને શરીરે તથા ગળાના ભાગે છરીના આડેધડ ઘા મારીને મર્ડર કરેલની કબુલાત આપતા આરોપીની ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આમ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. તથા અલંગ મરીન પોલીસને ઉપરોક્ત ખુનના અનડીટેક ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી અનડીટેક ગુન્હો ઉકેલી કાઢી સરાહનીય કામગીરી કરેલ છે.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરા તથા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ.એસ.એન.બારોટ તથા અલંગ મરીન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.બી.પી.ચૌધરી તથા એલ.સી.બી. પો.સ.ઇ. એન.જી.જાડેજા તથા અલંગ મરીન પો.સ્ટે.ના પો.સ.ઇ. એસ.ટી.મહેશ્વરી તથા એલ.સી.બી. હે.કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા વિઠ્ઠલભાઇ બારૈયા તથા ભદ્રેશભાઇ પંડયા તથા નરેશભાઇ બારૈયા તથા ઇમ્તયાજભાઇ તથા એસ.ઓ.જી.ના પો.કોન્સ.ઓમદેવસિંહ તથા અલંગ કરીન પો.સ્ટે.ના હેડ કોન્સ.રણજીતભાઇ તથા ડી.જે.માયડા તથા પો.કોન્સ. અરવિંદભાઇ મકવાણા તથા જગદીશભાઇ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Previous articleબગોદરા પોલીસ સ્ટેશનના લુટના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
Next articleભાવનગર શહેર પોલીસ દ્વારા ભરતનગર પોલીસ સ્ટેશનની સામેના મેદાનમાં લોક દરબારનું આયોજન