જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારીઓના વિવિધ માંગણીઓને લઈ રેલી તથા ધારણ યોજ્યા

827

જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારીઓના પ્રશ્નો સબંધિત રેલી અને ધારણા કાર્યક્રમને મીડિયામાં યોગ્ય વાચા આપવા બાબત.
જયભારત સાથ આપ સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ કે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓના વિવિધ 13 પડતર પ્રશ્નોને લઈ હડતાલ અને આંદોલન કાર્યક્રમ જાહેર કરાયેલ છે.


જે કાર્યક્રમ અનુસાર તા 09/12/2019ના રોજ સમગ્ર ગુજરાત અને ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 750 જેટલા આરોગ્ય કર્મીઓ માસ CL પર ઉતરી જિલ્લા પંચાયત કચેરી ખાતેથી રેલી કાઢનાર છે તેમજ જિલ્લા પંચાયત કચેરી ભાવનગરના પ્રટાંગણમાં પોતાની પડતર માંગો લઈને ધરણા ધરશે.
ઉક્ત હડતાલના પગલે 25 નવેમ્બરથી રાજ્યમાં શરૂ થયેલ શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમના સરકારને ચોક્કસ આંકડા મળી રહ્યા નથી. આ પહેલાં જિલ્લાનાં આરોગ્ય કર્મચારીઓએ ટેકોના મોબાઇલ જમા કરાવી દેતાં જિલ્લામાં થતી રસીકરણ, આરોગ્ય તપાસ સહિતની કામગીરીના ઓનલાઇન ડેટા સરકારને રોજેરોજ મળી રહ્યા નથી. બીજી તરફ આરોગ્ય શાખાના ડોક્ટરો દ્વારા ખોટા આંકડા સરકારને મોકલી આપવામાં આવતા હોવાના આક્ષેપો પણ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા છે .
17 ડિસેમ્બર બાદ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મદ્દતની હડતાલ પર ઉતરશે.
“અભી નહીં તો કભી નહીં” સુત્ર સાથે પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ “આર યા પાર”ની લાડાઈ પર ઉતર્યા છે.

તસવીર ધમૅન્દ્રસિંહ સોલંકી

Previous articleવલભીપુર ખાતે કૉંગ્રેસ સંગઠન મજબૂત કરવા મિટિંગ યોજાઈ
Next articleમહિલાને શારીરિક તથા માનસીક ત્રાસ આપવાના તથા દહેજ ધારાના ગુન્હામાં વોન્ટેડ આરોપી ઝડપાયો