દામનગર શહેર ની તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત ઝેડ એમ અજમેરા ઈંગ્લીશ સ્કૂલ ખાતે શાળા આરોગ્ય તપાસ અંતર્ગત ઉજવણી કરાય

439

અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. આર. કે. જાટ ની સુચના થી, ડો. આર. આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ  શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમની ઉજવણી થઇ હતી. જેમાં સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ માં દિપ પ્રાગટય કરી કાર્યક્રમ નું ઉદ્દઘાટન કર્યું હતુ  લાઠી આરોગ્ય કેન્દ્ર ના આર.બી.એસ.કે.એમ ઓ ડો પારૂલબેન દંગી  એફ એસ ડબ્લ્યુ રાધીકાબેન વઢેલ  આર.બી.એસ. કે. ટીમ દ્વારા તમામ બાળકો ની તબીબી તપાસ કરી ખામીવાળા બાળકોને સંદર્ભ સેવા દ્વારા સારવાર માટે મોકલવા માં આવેલ હતા. ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન ઓડિયો વિડિયો ના માધ્યમ થી સ્વચ્છતા, કુપોષણ, તમાકુ નિષેધ, એનીમિયા, કેન્સર, વાહકજન્ય રોગો વગેરે વિશે આરોગ્ય શિક્ષણ આપી, લોકજાગૃતિ માટે શાળા ના બાળકો દ્વારા યોગ – આસનો અને હાથ ધોવાના પગલાઓનું નિદર્શન કરી  સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું

Previous articleસુરત જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નો માનવીય અભિગમ માનવ સેવા એજ માધવ સેવા ને ચરિતાર્થ કરતો સંદેશ
Next articleદામનગર શહેર તેમજ લાઠી તાલુકા ના તાજપર આંગણવાડી કેન્ડો ખાતે ડો પારૂલબેન દંગી ની અધ્યક્ષતા માં રાષ્ટ્રીય સુપોષણ અભિયાન ની ઉજવણી