ગુજરાત ઔષધિય ખેતી બોર્ડ દ્વારા ઈસબગુલની ખેતી અંગે એકદિવસીય તાલીમ શિબીર યોજાઈ

519

પાટણના હારીજ તાલુકાના વાહીપુરા ખાતે ઔષધીય વનસ્પતિ ખેતી વિષયક એક દિવસીય તાલીમ યોજાઈ હતી.
ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ દ્વારા આયોજીત આ તાલીમમાં ૮૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.
ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડના ટેક્નિકલ ઑફિસરશ્રી હેમંત સુથાર દ્વારા બોર્ડના કાર્યો વિશે તથા નાયબ વન
સંરક્ષકશ્રી જે.જે.રાજપૂત દ્વારા ઔષધિય વનસ્પતિ તથા એગ્રો ફોરેસ્ટ્રી વિષય પર માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ વિષે ખેડૂતોને વિસ્તૃત સમજ આપી હતી. અડિયા કૃષિ સંશોધન કેન્દ્રના મદદનીષ સંશોધન વૈજ્ઞાનિકશ્રી એન.એન.સાલવીએ કુંવરપાઠું તથા ઈસબગુલની ખેતી વિષે માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ શિબીરના અંતે ખેડૂતો દ્વારા ખેતીમાં મુંઝવતા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા જેનું શિબીરમાં ઉપસ્થિત વૈજ્ઞાનિકો તથા નિષ્ણાંતો દ્વારા નિરાકરણ આપવામાં આવ્યું હતું.

Previous articleગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠક યોજાઇ
Next articleસૈયદ જલાઉદ્દીન મસ્તાનશા વલી ના ઉર્ષ મુબારક ની ઉજવણી કરવામાં આવી