વલ્લભીપુર તાલુકાના પચ્છેગામાં સેવાસેતુ યોજાયો

612

ગુજરાત ના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા દરેક સરકારી યોજનાઓ નો લાભ છેવાડાના માનવી સુધી પહોચે તે ઉદ્દેશ્ય થી શરુ કરવામાં આવેલ પાંચમાં તબક્કાનો “સેવાસેતુ” કાર્યક્રમ આજ રોજ તારીખ 13/12/19 ને શુક્રવાર ના દિવસે વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ માં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમ માં પચ્છેગામ, જુના રામપુર, ચમારડી, પાટી, રાજપરા ભાલ, નવા રામપુર, કલ્યાણપુર, નવી-જૂની રાજસ્થલી, વીરડી, આનંદપર, મેઘવદર, સહિતના ગામ લોકોએ મોટી સંખ્યામાં સેવાસેતુ કાર્યક્રમ માં ભાગ લઇ અગત્યના કાર્ડ અને દાખલાઓ, આયુષમાંન ભારત, માં કાર્ડ, વિધવા સહાય, વૃધ્ધસહાય, આવકનો દાખલો, જાતિનો દાખલો, ક્રીમીલેયર સર્ટિ, આધારકાર્ડ, રેશનકાર્ડ, લગ્ન નોધણી, 7-12 8 અ, દિવ્યાંગ પ્રમાણપત્ર, સહીત ઘણીબધી યોજનાઓ નો લાભ એકજ જગ્યાએ થી મેળવ્યો..

આ સેવાસેતુ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના અભયસિંહ ચાવડા, ધ્રુવ ભટ્ટ, હરેશ ચાવડા, તેમજ સ્થાનિક આગેવાનો વિજયસિંહ ગોહિલ, સરપંચ જયપાલસિંહ ગોહિલ, ચંદુભા ગોહિલ, સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર પ્રમુખ લકકીરાજસિંહ ગોહિલ તેમજ દેવરાજભાઈ કુવાડીયા, હરેશભાઇ ચૌહાણ રામપર, સહિત મોટી સંખ્યામાં લોકો ની હાજરી.

રિપોર્ટ :- ધર્મેન્દ્રસિંહ સોલંકી

Previous articleઘણી ફિલ્મ હાથમાં હોવાથી રણબીરે મોટી ફિલ્મ ફગાવી
Next articleસીએ સ્ટુડન્ટ એસોસિયેશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું