હવે કૃતિ ખરબંદાની કેરિયર અદ્ધરતાલ થઇ ગઇ : રિપોર્ટ

1087

બોલિવુડની અભિનેત્રી કૃતિ ખરબંદાની કેરિયર અદ્ધરતાલ દેખાઇ રહી છે. તેની પાસે કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. તે પણ અન્ય કેટલીક અભિનેત્રીઓની જેમ ફેંકાઇ જાય તેવી શક્યતા છે. તે હિન્દીની સાથે સાથે તમિળ ફિલ્મ પણ કરી રહી છે. પાગલપંથી અને હાઉસફુલ-૪ ફિલ્મમાં તે નજરે પડી હતી. હાલમાં તે તમિળ અને હિન્દી ફિલ્મ કરી રહી છે. જો કે તેના રોલ ખુબ નાના રહેલા છે. કૃતિ પાસે તમામ પ્રકારની કુશળતા હોવા છતાં એટલી સફળતા મળી રહી નથી જેથી સફળતા તેને મળવી જોઇએ. કારણ કે તેને ટુંકા રોલ મળી રહ્યા છે. હાલમા ંતેની પાસે કેટલાક નાના રોલની ફિલ્મો આવી છે. જો કે તે તેની કુશળતા સાબિત કરવા માટે ઉત્સુક છે. બોલિવુડમાં કેટલાક વર્ષોથી સતત સક્રિય છે. તમામ પ્રકારની કુશળતા અને ખુબસુરત હોવા છતાં તેને બોલિવુડમાં કોઇ સફળતા મળી રહી નથી. સાથે સાથે સારા કલાકારો સાથે ફિલ્મ પણ મળી રહી નથી. જેથી તેની કેરિયર અદ્ધરતાલ છે. જો કે તે બોલિવુડમાં ટકી રહેવા માટે બનતા તમામ પ્રયાસ કરી રહી છે. કતિ આલિયા ભટ્ટ અને દીપિકાને ખુબ પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે દીપિકા સાથે જો તક મળશે તો કામ કરીને ગર્વ અનુભવ કરશે. આલિયા અને દીપિકા ખુબ શાનદાર અભિનેત્રી છે. કૃતિએ કહ્યુ છે કે તે દીપિકાની ફેન છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધામાં તે પણ નિષ્ફળ સાબિત થઇ રહી છે. બોલિવુડમાં નવી નવી અભિનેત્રીઓની સતત એન્ટ્રી થઇ રહી છે. કૃતિ માને છે કે આલિયા ભટ્ટ અને દીપિકા સ્ટાર છે અને અભિનેત્રી પણ છે. આલિયા ભટ્ટ અંગે વાત કરતા કૃતિ કહે છે કે ત ફેક અભિનય કરતી નથી. આલિયા પ્રત્યે તેના મનમાં ખુબ સન્માન છે. કૃતિનુ કહેવુ છે કે તે જ્યારે ભટ્ટ કેમ્પની ફિલ્મ રાજ રીબુટ ફિલ્મમાં કામ કરી રહી હતી ત્યારે માત્ર એક વખત આલિયા ભટ્ટને મળી હતી.

Previous articleસેક્સી નોરાના ઇન્સ્ટાગ્રામ ઉપર ૯૦ લાખ ફોલોઅર્સ
Next articleઅથિયા શેટ્ટી ફ્લોપ રહેલી અભિનેત્રીની યાદીમાં ઇન