સેક્સી ઇલિયાના હિન્દીમાં ફ્લોપ સાઉથમાં સુપરહિટ

1348

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પાસે હાલમાં વધારે ફિલ્મ નથી. જો કે તે અભિષેક બચ્ચનની સાથે બિગબુલ પર બની રહેલી ફિલ્મમાં નજરે પડનાર છે. આ ફિલ્મ અજય દેવગન દ્વારા બનાવવામાં આવનાર છે. તેની હાલમાં પાગલપંથી ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. તે હિન્દી ફિલ્મોમાં સફળ સાબિત થઇ નથી પરંતુ સાઉથની ફિલ્મોમાં હિટ સાબિત થઇ રહી છે. તે છેલ્લે પાગલપંથી ફિલ્મમાં દેખાઇ હતી. તે પહેલા અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં ચમકી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. તેના લગ્નને લઇને હાલમાં સતત હેવાલો આવ્યા છે. જો તે તે કોઇ ટિપ્પણી આને લઇને કરી રહી નથી. ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાજ રજૂ થયેલી રેડ અને તેના પહેલા બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડી હતી. ફિલ્મમાં અજય સાથે તેની જોડીની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને સરેરાશ સફળતા પણ મળી હતી. ઇલિયાના તે પહેલા અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તેને સારા કલાકારો સાથે રોલ મળ્યા છે.ઇલિયાના પોતાની કેરિયરમાં ખરાબ સમયમાંથી પણ પસાર થઇ ચુકી છે. થોડાક સમય પહેલા ઇલિયાનાએ એવો ખુલાસો કરીને તમામને ચોંકાવી દીધા હતા કે એક વખતે તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં પહોંચી ગઇ હતી કે તે આત્મહત્યા અંગે વિચારતી રહેતી હતી. પોતાના સંઘર્ષ અનવે ડિપ્રેશનના સંબંધમાં વાત કરતા ઇલિયાનાએ કહ્યુ છે કે ડિપ્રેશન એકદમ સાચી બાબત છે. તેનુ કહેવુ છે કે ડિપ્રેશન દિમાગમાં એક પ્રકારની કેમિકલ અસમાનતા છે.

Previous articleસફળતાનો પર્યાય-પ્રેમ રસાયણ જે જન પાવે-સાધુ કૌશલમૂર્તિદાસ(વચનામૃત :જીવનમાર્ગદર્શક– ૩૯)
Next articleસંજુ બાદ રણબીર વધુ એક બાયોપિક ફિલ્મમાં દેખાશે