દીકરીનો દુકાળ (અનુભવના ઓટલે અંક : ૪૨)

814

દીકરી વહાલનો દરિયો છેતે સ્નેહની સરિતા પણ છેતે બે કુળને તારે છેતેનું ખરું  વ્યક્તિત્વ હજુ આપણે ઓળખી શક્યા નથીસંવેદનાની મૂર્તિ જેને કહી શકાયએવી દીકરીને તુલસીનો ક્યારો કહી દેવાથી પતી જતું નથી. “બેટી બચાવો, બેટી ભણાવો”, નારો વહેતો મૂકવાથી સરકારનું કામ પૂરું થઈ જતુ નથીજેમ દર્પણમાં ચેહરો જોતા  આપણને તે મલિન દેખાય,તો તેને સરખો કરવાઆપણે કામે લાગી જવું પડે છેતેમ મીઠા શબ્દો અને સૂત્રો આપી તેને ખરા ઠરાવવા સરકાર અને સમાજે પણ કામે લાગી જવું જોઈએયોજનાઓ ઘણી ઘડાઈ છેતેને અમલમાં મૂકવાનું આયોજન ભાગ્યે  તૈયાર કરવામાં આવે છેઆયોજન તૈયાર થયા પછી પણ તેનો યોગ્ય અમલ થતો નથીજેટલા બણગા ફૂંકવામાં આવે છેતેટલા કામ થયેલા જોવા મળતા નથીજે કામ પૂરા કરવામાં આવે છેતેમાં કોઈ ભલીવાર હોતો નથી.

રસ્તા નિર્માણની સમીક્ષા કરીએ તો નવા તૈયાર થયેલા રસ્તા એક ચોમાસુ પસાર કરે તે પહેલા  પોતાનું અસ્તિત્વ ગુમાવી ડિસ્કોડાંસનો અખાડો બની જાય છેચોમાસુ પૂરું થાય તેની સાથે બનાવેલા રસ્તાઓનો દુ:ખદ અંત આવે છેછેલ્લા ઘણા સમયથી આપણા દેશની દીકરીઓને ખૂબ સહન કરવું પડે છેનિર્ભયા નામ આપી દેવાથી તેની સુરક્ષા કરવાનો દાવો આપણે કરી શકીએ નહિ. નિર્ભયા સાથે જે ક્રૂરતા કરવામાં આવી હતીતે માનવની પશુવૃત્તિ દર્શાવે છે. દેશના અનેક પ્રદેશના જવાબદાર સત્તાધીશ લોકો વ્હાલસોય દીકરી પર રેપ કરી

 તેને દુષિત કરે છેએટલું  નહિ તેના અરમાનો ધૂળમાં મેળવી દે છે… આજકાલ અનેક રાજકીય ખુરશીધારી સત્તાધીશ લોકો,ઊગતી દીકરીઓના જીવનને વેરવિખેર કરી નાખે છેઆવી ઘટનાઓ ફૂલ જેવી કેટલીય દીકરીઓના જીવનદી પણ બુજાવી દે છેજે દેશમાં રામાયણ, ગીતા ગવાય છેતે દેશની દીકરી પર રેપ શા માટે થાય છે?

 

મને   સમજાતું નથીકે આવું શાને થાય છે?

બણગા ફૂંકી સત્તાનો પરવાનો પાકો થઈ જાય છે!

બીલાડીના ટોપની માફક નેતા ઊગી જાય છે,

ઊગી નીકળેલા ખોટા નેતા સત્તાનું ખાંપણ ખાય છે.

સેવાનું ખેતર હસ્તગત કરી,

પ્રજાના કલ્યાણનો મબલક પાક ખાય છે.

પણ પ્રજા પ્રિય નેતાની,

ચૂંટણીમાં ડિપોઝિટ ડૂલ થાય છે

ભાવનગરમાં પત્રકાર જગતનું જેમણે ગૌરવ વધાર્યું છેએવા ઘણા મોટા ગજાના પત્રકાર નટુભાઈ ત્રિવેદી સાત સંતાનોના પિતા છેતેમાં બે પુત્રીનો સમાવેશ થાય છેતે પૈકી તેમણે ૨૮ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ એક દીકરી કેન્સરની બીમારીમાં ગુમાવવી પડીતે નટુભાઈની દીકરી નહિ,અનોખી દ્રષ્ટિ હતીજેનું નામ તેમણે કોકિલા રાખ્યું હતુંસ્વભાવ મૃદુ, તેમજ મિલનસાર હતોતેમનો અંતરપ્રદેશ સંવેદના અને લાગણીથી ભરેલો હતોતેમના પરિચયમાં આવનાર વ્યક્તિ ભીંજાયા વિના રહે નહિતેઓ ગમે તે ક્ષણે હિંમત અને આત્મવિશ્વાસથી છલોછલ રહેતાં હતાંનાનામોટા પડકારોને તેઓ સરળતાથી ખાળી શકતાં હતાંનટુભાઈનું સત્વ તેમની નસે-નસમાં વહેતું હતુંવર્ષ બે હજાર બારમાં કેન્સરની બીમારી શ્રી કોકિલાબહેનને લાગુ પડીકુદરતના પડકારને તેમણે સહજ રીતે સ્વીકારી લીધો હોય તેમ પોતાનું સામાન્ય જીવન જીવતાં રહ્યાંશરૂઆતમાં એલોપથીની થોડી સારવાર કરીપરંતુ શરીરને આડ અસરના લીધે વધુ પીડા સહન કરવી  પડે એટલા માટે એલોપથી સારવારને તેમણે કાયમના માટે તિલાંજલિ આપી દીધીહોમ્યોથીની દવાઓ લેવાનું શરૂ કર્યુંજેના પરિણામો ઘણા સારા મળ્યાશ્રી કોકિલાબહેન લગભગ કેન્સરનો રોગ લાગુ પડ્યા પછી પણ આઠનવ વર્ષની જિંદગી સામાન્ય લોકો જેવી જીવી શકયાં હતાંતેમાં ઔષધી કરતાં તેમના આત્મવિશ્વાસને વધુ કારણભૂત ગણી શકાય.૨૯ તારીખે અંતિમવિધિ સમયે જ્યારે નટુભાઈને કોકિલાબહેનના અવસાનના સમાચાર આપવામાં આવ્યા ત્યારે નટુભાઈ અવાક બની ગયા હતાપ્રમાણીક પત્રકારત્વનું શું  ફળ હતું? ના. તો શું દીકરીના કર્મફળનો બદલો હતો? જે હોય તે, હિંમત અને કરુણાનો પરાજય હતોએટલું  નહિ સમગ્ર નારી જગતને અફસોસ થાય તેવી આપણે વીરાંગના ગુમાવી છે. જેમણે રોગ સામે સતત નવ વર્ષ સુધી મોરચો માંડી લડત ચલાવી હતીસામાન્ય વ્યક્તિની જેવું જીવન જીવી બતાવ્યું હતુંતેમણે ઔષધી વિના પણ પોતાની હકારાત્મક શક્તિ વડે રોગને અંકુશમાં રાખ્યો હતોતેમની અદ્વિતીય શક્તિના દર્શન કરાવીતેમણે પુરવાર કરી આપ્યું છેરોગ સામે લડનાર નારી સમય આવે સમાજના કુરિવાજો કે નકારાત્મક બાબતો સામે પણ લડી શકે છેતેમની વીરતા જોઈમને એમ થાય છેપામર પુરુષ સામે શક્તિની દેવીએ શા માટે ઘૂંટણિયાં ટેકવવા પડે છેતે મને સમજાતું નથી.

નારી પર જે હત્યાચાર ગુજારવામાં આવે છેતે સમગ્ર માનવ સમાજનું કલંક છેઇન્દ્રિયોને કાબૂમાં રાખવાના બદલે માણસ ભૂખ્યો વરુ બનતો જાય છેમાણસ પોતાની માનવતા ભૂલી પશુ જેવી હરકતો કરતા જરા પણ ખચકાતો નથીત્યારે દેશની ભગિનીઓએ નારી તું નારાયણી મંત્રને હસ્તગત કરવો પડશેઆપણા દેશમાં અનેક નારી રત્નો નીપજ્યા છેત્યારે દેશની દરેક નારીશક્તિને મારા શતશત વંદન છેદેશની દરેક નારીને આહવાન કરી કહુ છુંબે હાથ, માથુંધડ આપ્યું છેજા ઈશ હવે નરાધમો સામે લડવા ત્રીજું નથી માંગવુંમારી  અરજ દરેક બહેનો સ્વીકારશે તેવી મને શ્રદ્ધા છે.

 બધા સંકલ્પો પાર પાડવા સ્ત્રિ એ અન્ય સ્ત્રીને ટેકો કરવો પડશેસ્ત્રી  બીજી સ્ત્રીનો દુશ્મન બનશેતો સફળતા શી રીતે મળશે ? સાસુવહુના સંબંધોમાં ઝગડા થાય છેતેમાં બંને પાત્રો સ્ત્રી  હોય છેએમાં દોષ કોને દેશો ?  વાત સમજવા એક વાર્તા યાદ આવે છે:

એક મોટું જંગલ હતું. તેના વૃક્ષો સંગઠિત થઈને રહેતાં હતાંએક દિવસ જંગલમાં કઠિયારો લાકડાં કાંપવા આવી પહોંચે છેશરૂઆતમાં કઠિયારો મૂંજાય છેતેની પાસે કુહાડી હતીપણ લાકડાં કાંપવા માટે કુહાડીમાં તેને પકડી ઘા કરી શકાય તે માટે લાકડાંના હાથાની જરૂર હતીતેમણે જંગલના વૃક્ષો પાસે લાકડાંની માંગણી કરીપ્રારંભમાં કોઈ વૃક્ષ કઠિયારાને લાકડાંનો ટુકડો પણ આપવા તૈયાર થતાં નથીકઠિયારો માયાજાળ બિછાવા વૃક્ષોને પાણી પાવા લાગે છેથોડા દિવસો આમનેઆમ પસાર થઈ જાય છેઉનાળાનો તાપ પડવાના લીધેજંગલના વૃક્ષો સુકાવા લાગે છેબીજી તરફ જે વૃક્ષોને કઠિયારો નિયમિત પાણી પાતો હતોતે બધાં વૃક્ષો લીલાછમ બની પવનમાં આમતેમ ઝૂલતાં રહેતાં હતાંસુકાયેલું એક વૃક્ષો કઠિયારાને પાણી પાવાની લાલચમાં આવીલાકડાંનો લાંબો ટુકડો આપવા તૈયાર થઈ જાય છેકઠિયારાનું કામ બની જતા લાકડાંના લાંબા ટુકડાંને સરખો કાપી તેનો હાથો બનાવે છે. કુહાડીમાં હાથો લગાવી દે છે… હવે તે કુહાડીની મદદથી રોજ જંગલ કાપવા લાગે છેથોડા  દિવસોમાં તે આખું જંગલ ઊજડ કરી નાખે છેલાલચ કેવુ ભયાનક પરિણામ આપે છેસમય જતા તે આપણો કચ્ચરઘાણ વાળી દે છેમાટે કોઈની પણ લાલચમાં આવશો નહિજેટલા નારી પર હત્યાચાર થાય છેતેમાં નારી પોતે સંડોવાયેલી હોય છેકોઈ ને કોઈ રીતે નારી લાલચમાં આવી ફસાય છે. ભોગ બનેલી નારી પોતે નહિ જાગે તો પોતે તેના પર થતાં હત્યાચાર રોકી શકશે નહિનારી પર થતા હત્યાચાર અટકાવવા તેમણે વીરાંગના બની યુદ્ધ છેડવું પડશે વાત સમજવા મને એક સત્ય ઘટનાનું ઉદાહરણ ટાંકવાનું મન થાય છે.

અમારી શાળાના આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયા સવારના ચાલવા નીકળ્યા હતાશ્રી ઘનશ્યામભાઈ બારૈયાને સવારસાંજ નિયમિત ચાલવાની આદત છેશહેર ફરતી સડક પર તેઓ જઈ રહ્યા હતારસ્તામાં એક મકાન વચ્ચોવચ હોવાથી મકાન માલિક સામે મકાન હટાવા અંગેનો કોર્ટમાં દાવો ચાલતો હતોઅંતિમ ચુકાદો આવે ત્યાં સુધી એક વૈકલ્પિક ધૂળિયા માર્ગ પરથી મૂળ રસ્તા પર આવવું પડતું હતું ધૂળિયા રસ્તા પર તેમને કીચડમાં ફસાયેલી કાર જોવા મળીઘનશ્યામભાઈ તેનું નિરીક્ષણ કરવા થોડા નજીક ગયાબે-ચાર મિત્રો સાથે જોડાયાતેઓ કીચડમાં ફસાયેલી કારને કીચડમાંથી બહાર કાઢવા પહોંચી ગયાતેમણે જોયું તો કારમાં બેઠેલા બે-ચાર માણસો ઇશારા કરી તેમને કાર કીચડમાંથી બહાર કાઢવા સંકેત કરતા હતાકારમાંથી કોઈ નીચે તરવા તૈયાર નહોતુંનીચે ઊતરે તો ગંદા થવું પડેતેથી તેઓ બધું બારોબાર પતાવવા ઇચ્છતા હતાતેથી બગડવાની બીકે બધા કારમાં બેઠા રહ્યાં હતાંઘનશ્યામભાઈ અને મિત્રોને થયું: કારમાં બેઠેલા કીચડમાં ઊતરી બગડવા  માગતા હોયતો આપણે શું કામ બગડવું જોઈએતેઓ મદદ કર્યા વિના  નીકળી ગયાઆપણી સુરક્ષા માટે આપણે નહિ જાગીએતો આપણી ચિંતા કરી કોઈ ઝગડો હોરશે નહિ “આપ મુઆં વિના સ્વર્ગે જઈ શકાતું નથી. થોડા સમય બાદ ભાવનગરના કાળિયાબીડમાં આવી  એક ઘટના ઘટીકારમાં બેઠેલા તમામ માણસો કારને કીચડમાંથી બહાર કાઢવા મથતા હતાકારમાં બેઠેલા તમામ મુસાફરો કીચડથી લથપથ થયા હતાતેથી ઘનશ્યામભાઈ બારૈયા અને તેમના સાથીઓને થયું લોકો સંકટમાં છેપૂરી મહેનત કરે છેપણ કાર કીચડમાંથી બહાર નીકળતી નથીતેથી તેમને આપણે મદદ અવશ્ય કરવી જોઈએમિત્રોએ કાદવમાં ઊતરી જોર લગાવી કારને કીચડમાંથી બહાર કાઢી આપી.

 ઉદાહરણ પરથી એટલું ચોક્કસ કહી શકાયજો આપણા પર આવેલા દુ:ખને હટાવા આપણે પોતે મહેનત નહિ કરીએભગવાન પણ મદદ કરવા આવશે નહિજીવને અસત્યોના કીચડમાંથી ઉગારવા આપણે યત્ન નહિ કરીએતો ભગવાન આપણને શા માટે સહાય કરવા આવશે? નારી પોતે નહિ જાગે તો તેને કોઈ કાયદો કે વિરલો બચાવી શકશે નહિમાટે આપણા રક્ષણ માટે આપણે  જાગવું પડશેપશ્ચિમના દેશોની રેણીકેણી અપાનાવાનું આપણને ઘેલું લાગ્યું છેજેના કારણે આપણે આપણી સંસ્કૃતિ વીસરી ગયા છીએપોશાક અને આહારનું આપણે આંધળું અનુકરણ કરી રહ્યા છીએ.

આર્યોના સોળ સંસ્કાર આપણે સાવ ભૂલી ગયા છીએઆર્યના સોળ સંસ્કારનો પ્રારંભ માતાના ગર્ભથી  થઈ જાય છે.

૧- ગર્ભધાન સંસ્કાર

૨- પુંસવન સંસ્કાર

૩- સીમંતોન્ન્યન સંસ્કાર

૪- જાતકર્મ સંસ્કાર

૫- નામકરણ સંસ્કાર

૬- નિષ્ક્રમણ સંસ્કાર

૭- અન્નપ્રાશન સંસ્કાર

૮- ચૂડાકર્મ સંસ્કાર

૯- કર્ણવેધ સંસ્કાર

૧૦- ઉપનયન સંસ્કાર

૧૧- વૈદારંભ સંસ્કાર

૧૨- સમાવર્તન સંસ્કાર

૧૩- વિવાહ(લગ્નસંસ્કાર

૧૪- વાનપ્રસ્થ સંસ્કાર

૧૫- સંન્યાસ સંસ્કાર

૧૬- અંત્યેષ્ટિ સંસ્કાર

ઉપર જણાવેલા આર્યોના સોળ સંસ્કારથી આપણે વિમુખ થયા છીએપરિણામે દીકરીનો દુકાળ પડવા લાગ્યો છેદીકરી સંસ્કારવિધિથી વાકેફ હશેતો પોતાના સંતાનમાં સંસ્કારોનું આરોપણ સરળતાથી કરી શકશેસંસ્કારવિધિ મુજબ જો બાળકનો ઉછેર કરવામાં આવે તો ઉત્તમ સંતતિનો વારસો પ્રાપ્ત થઈ શકે છેએકથી ત્રણ સંસ્કાર બાળકના જન્મ પૂર્વે કરવામાં આવે છેચોથો સંસ્કાર જન્મ સમયે કરવામાં આવે છેછઠ્ઠો સંસ્કાર બે મહિના બાદ કરવામાં આવે છેસાતમો સંસકાર પાંચ કે  માસની ઉંમરે કરવામાં આવતો હોય છેનામકરણ પણ એક સંસ્કારવિધિ છેટૂંકમાં, આર્યોના સોળ સંસ્કાર પ્રાપ્ત કરી જન્મેલી દીકરી ભારતની માભોમનું રક્ષણ કરી શકે, તેવી દીકરીની  દેશને જરૂર છે. આદ્યશક્તિ સરખી માભોમની પુત્રી સંસ્કાર ઉગાડી સંસ્કારના અમર ફળ આપશે.

 

માભોમના રક્ષણ ખાતર શોધું તને હું,

કાશ, મંદિર મસ્જિદ મહી મળે તું,

હું શોધુ ને જડે તું,

ઉર મહી ઉમંગ ભરે તું,

ઝગમગ હું યાચુ એ ઘડી આપે તું

લેખક:- શ્રી લાભુભાઈ ટી. સોનાણી

Previous articleનંદકુવરબા મહિલા કોલેજ દ્વારા રમો તો જમો શિષર્ક અંતર્ગત નવતર કાર્યક્રમ યોજાયો
Next articleનવા વર્ષમાં કેટલીક ફિલ્મો કરવા ફાતિમા સુસજ્જ થઇ