ભાવનગરના ઘોઘાગેઇટ ખાતે સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો સંયુક્ત રેલી કાઢી-માનવ સાંકળ રચી હજ્જારો કર્મચારીઓ એક દિવસીય રાષ્ટ્વ્યાપી હડતાલ

548

ખાનગીકરણનાં વિરોધમાં ટ્રેડ યુનિયનોની વિશાળ રેલી
મોતીબાગ ટાઉનહોલથી નિકળેલી વિશાળ રેલીમાં હજારો કામદારો, કર્મચારીઓ જોડાયા હતા. ઘોઘાગેઇટ ચોકમાં માનવસાંકળ બનાવી સૂત્રોચ્ચાર કરાયા કેન્દ્ર સરકારની શ્રમજીવી વિરોધી નિતીઓ અને ખાનગીકરણ –ઉદારીકરણ, બેરોજગારી, લઘુતમ વેતન ૨૧,૦૦૦ કરવા તેમજ ફિક્સ પગારદારોને સામાન્ય કામ, સમાન વેતન, આંગણવાડી, આશા ફેસીલેટરોને કાયમી કરવા સહિતની વિવિધ માંગણીઓ સાથે સેન્ટ્ર્‌લ ટ્રેડ યુનિયનો દ્વારા આજે રાજ્ય ભરમાં રાષ્ટ્રવ્યાપી હડતાળ અને ચક્કાજામના અપાયેલા કાર્યક્રમના ભાગરૂપે ભાવનગરમાં ટ્રેડ યુનિયનોની વિશાળ રેલી નિકળી હતી અને ઘોઘાગેઇટ ચોક ખાતે માનવ સાંકળ બનાવી સરકારી વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા.


સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા કરાયેલ માંગણીઓ મુજબ તમામને ઓછામાં ઓછું ૨૧૦૦૦ હજાર લઘુતમ વેતન, મોંઘવારી પર કાબૂ રાખવા વાયદા બજાર પર પ્રતિબંધ અને રેશનશોપ પર પૂરતી વસ્તુ આપવામાં આવે, કોન્ટ્રાક્ટ તથા રદ કરવા ઉપરાંત કોન્ટ્રાકટરો તથા ફિક્સ પગારદારોને કાયમી કરવા જાહેર ક્ષેત્રના તથા સાહસોના ખાનગીકરણ અને વેચાણ બંધ કરવા, તમામ આશા ફેસીલીએટર તથા આંગણવાડી અને મધ્યાન્હ ભોજનનાં કર્મચારીઓને કાયમી કરવા,પેન્શનરોને લઘુતમ ૧૦૦૦૦ પેન્શન, પ્રો. ફંડ, બોનસની ચુકવણીની તમામ સીમાઓ રદ કરવા અને ૪૫ દિવસમાં તેની ચુકવણી કરવી શ્રમજીવી વિરોધી મજુર કાયદાને કાયદાના સુધારા પાછા ખેંચવા અને શ્રમ કાયદાનું કડક પાલન કરવું, કામદારોને સુરક્ષા આપવા તેમજ ટ્રેડ યુનિયનોના રજીસ્ટ્રેશનની નોંધણી ૪૫ દિવસમાં પુરી કરવી અને ખેડુતો પાસેથી સંમત્તિ વિના જમીન સંપાદન કરવાનું બંધ કરવા અને ખેડુતોને ટેકાના ભાવ આપવા તથા વિમાની રકમ સમયસર ચુકવવા સહિતની માંગણીઓ સાથે આજે રાજ્યભરમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળ અને ચક્કાજામનું એલાન અપાયેલ જેમાં ભાવનગરમાં મોતીબાગ ટાઉનહોલ ખાતેથી વિવીધ ટ્રેડ યુનિયનોના આગેવાનો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં જાડાયા હતા અને ઘોઘાગેઇટ ચોક ખાતે પહોંચી વિશાળ માનવ સાંકળ બનાવી ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.

Previous articleઘોઘાગેઇટ ખાતે વેપારીઓ દ્વારા ઓનલાઈન મોબાઈલ વેચાણના વિરોધ માં સૂત્રોચ્ચાર
Next articleરિતિક અને સુઝેન વચ્ચે હજુ ખુબ સારા સંબંધો રહેલા છે