દિપિકા અને સલમાન હાલ સાથે ફિલ્મમાં દેખાશે નહીં

0
259

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી દિપિકા હાલમાં તેની આવનારી ફિલ્મ છપાકના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે હાલમાં ભારે મહેનત કરી રહી છે. તેની છપાક ફિલ્મ ૧૦મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર છે. હાલમાં સલમાન ખાન સાથે કામ કરવાના મુદ્દા પર વાત કરતી નજરે પડી હતી. લાંબા સમયથી બંનેના ચાહકો બંનેને સાથે જોવા માટે ઇચ્છુક છે. સલમાન ખાનના શોમા પોતાની ફિલ્મના પ્રમોશનમાં દિપિકા હાલમાં પહોંચી હતી. એ વખતે દિપિકાએ કેટલાક સવાલોના સીધા જવાબ આપ્યા હતા. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં દિપિકાએ હતુ કે તેમના ચાહકો હમેંશા સાથે જોવા માટે ઇચ્છુક છે. દિપિકાએ કહ્યુ હતુ કે કોઇ નિર્માતા નિર્દેશકે હજુ સુધી સાથે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી નથી. નિર્માતા નિર્દેશકો ફિલ્મમાં સાથે લેવાની વાત કરી રહ્યા નથી. જો કે દિપિકાએ કહ્યુ છે કે જ્યારે પણ કોઇ યોગ્ય પટકથા આવશે ત્યારે ચોક્કસપણે સાથે કામ કરી શકે છે. છપાક નામની ફિલ્મનુ નિર્દેશન મેઘના ગુલજાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. ફિલ્મમાં તેની સાથે વિક્રાન્ત મૈસી કામ કરી રહ્યો છે. ફિલ્મ મહિલા પ્રધાન ફિલ્મ છે. દિપિકા લાંબા સમય બાદ ફિલ્મમાં નજરે પડી રહી છે. આ ફિલ્મ વાસ્તવિકત લાઇફમાં બનેલી એક દિલધડક અને કમકમાટીભરી ઘટના પર આધારિત ફિલ્મ છે.
એસિડ હુમલાનો શિકાર થયેલી યુવતિની લાઇફ પર આધારિત આ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. સલમાન ખાન હાલમાં રાધે ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે દિશા મુખ્ય રોલમાં છે. સલમાન તે પહેલા કેટરિના કેફની સાથે દેખાયો હતો. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here