નવા વર્ષમાય સની લિયોન ચર્ચામાં રહેવા તૈયાર નથી

0
310

વર્ષ ૨૦૨૦ની શરૂઆત થઇચુકી છે ત્યારે આ વર્ષમાં પણ સની લિયોન વધારે ચર્ચામાં રહેવા માટે તૈયાર નથી. તે પોતાની ફિલ્મોને ગંભીરતા સાથે પૂર્ણ કરવા માટે ઇચ્છુક છે. બોલ્ડ અંદાજ માટે જાણિતી અને સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી અભિનેત્રી સની લિયોન હકીકતની લાઇફમાં ખુબ જ સિમ્પલ લાઇફ જીવે છે. તે લો પ્રોફાઇલ રહેવા માટે ઇચ્છુક છે. જો કે તે સેલિબ્રિટી તરીકે ઉભરી ચુકી છે જેથી ઇચ્છા હોવા છતાં તે લો પ્રોફાઇલ તરીકે રહી શકતી નથી. સની લિયોન ફિલ્મોમાં હંમેશા પોતાના બોલ્ડ સીન માટે ચર્ચામાં રહે છે. એક્ટિંગ ઉપરાંત સની લિયોન અનેક સામાજિક કાર્યો સાથે પણ જોડાઈ ચુકી છે. ભારતમાં આવ્યા બાદથી તેને ખુબ સન્માન મળી રહ્યું છે. બોલીવુડમાં પણ હવે તેને પસંદ કરવામાં આવી રહી છે. સની લિયોન પ્રાણીઓની જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાઈ ચુકી છે. પ્રાણીઓની સંસ્થાઓ સાથે જોડાઈ જઇને તે સામાજિક કામ કરી રહી છે. સની લિયોનની ફિલ્મો ઓછી આવી રહી છે પરંતુ આઇટમ સોંગના કારણે વધારે જાણીતી રહી છે. તેના આઇટમ સોંગની હમેંશા ધુમ રહે છે. તેના આઇટમ સોંગની હમેંશા ચર્ચા રહી છે. સની લિયોને પ્રાણીઓ પ્રત્યે પોતાના પ્રેમ અંગે વાત કરતા કહ્યું છે કે, દરેક વ્યક્તિએ પ્રાણીઓ પ્રત્યે સહકાર દર્શાવવાની ભાવના રાખવી જોઇએ. સની લિયોન પોતાની ફિલ્મી કેરિયરને લઇને આશાવાદી બનેલી છે. સની લિયોનને બોલિવુડની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોની ઓફર પણ થઇ રહી છે. તે હજુ લોકપ્રિયતાની યાદીમાં ટોપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here