શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનો ૮૯મો સ્થાપના દિવસ ઉજવાયો

659

સંસ્થાનાં જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ ટી. સોનાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા સ્થાપના દિવસની ઉજવણીનાં ત્રિવિધ કાર્યક્રમમાં નિર્ણાયકશ્રીઓનું અભિવાદન, એવોર્ડ વિતરણ તેમજ લુઈ બ્રેઇલ જન્મજયંતી નિમિતે યોજાયેલ સ્પર્ધાઓના પારિતોષિક વિવિધ મહાનુભાવોના વરદ હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. જશવંતરાય મહેતા એવોર્ડ કાર્યક્રમ અંતર્ગત અર્જુન એવોર્ડ (શ્રેષ્ઠ વિધાર્થી) આચાર્ય મનન ને એનાયત કરવામાં આવ્યો હતો, હેલન કેરલ એવોર્ડ (શ્રેષ્ઠ વિધાર્થીની) બારૈયા ભૂમિ, દ્રૌણાચાર્ય એવોર્ડ (શ્રેષ્ઠ શિક્ષક) ઈટાળીયા કિર્તીભાઈ એવોર્ડ અર્પણ કરાયો હતો તેમજ ધનેશ મહેતા એવોર્ડ ગોહિલ અજીતને અર્પણ કરવામાં આવ્યા હતા.

વિશ્વ બ્રેઇલ દિવસની ઉજવણીનાં ભાગરૂપે પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓમાં બ્રેઇલ પ્રત્યે રૂચી વધે તેવા હેતુથી ઝડપથી બ્રેઇલ શીખનાર શેખ સરફરાજ ને ધનગૌરી એવોર્ડ મલયભાઇ જાનીનાં વરદ હસ્તે અર્પણ કરાયો હતો. ઝડપથી બ્રેઇલ વાંચન કરનાર ખોલા મેહુલને ભટ્ટ કીર્તિદાબેનના હસ્તે એવોર્ડ અર્પણ કરાયો હતો. જયારે બ્રેઇલ લેખન માટે પરમાર જ્યોતીશાને રાઠોડ ઝલકનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. લુઈ બ્રેઇલ જન્મજયંતિ નિમિતે યોજાયેલ વિવિધ ૭ સ્પર્ધાઓનાં ૨૧ વિજેતાઓને શ્રી વિનુભાઈ શાહ સ્મૃતિભંડોળમાંથી પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વિધાર્થીઓ માટે ૩ અને કર્મચારીઓ માટે ૨  ખાસ લક્કી-ડ્રો દ્વારા વિક્રમભાઈ જશવંતરાય મહેતા તરફથી રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે ધોરણ ૧ થી ૧૦માં ઉતીર્ણ થનાર વિધાર્થીઓને જસવંતરાય મહેતા પુરસ્કાર જયારે ધોરણ ૧૧ અને ૧૨માં સ્વ.વિભાકરભાઈ બી. મહેતાનાં સ્મરણાર્થે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ધોરણ ૮માં પ્રથમ સ્થાન મેળવનાર વિધાર્થીને રહીમભાઈ પઠાણ તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંગીત, બોર્ડની જુદી-જુદી પરીક્ષાઓમાં ગુજરાતી, સંસ્કૃત જેવા વિષયમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિધાર્થીઓને શાળાનાં શિક્ષક શ્રી હસમુખભાઈ ધોરડા, શ્રી પુનાભાઈ દેવધા, શ્રી જયસુખગીરી ગોસ્વામી તરફથી પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે એસ.બી.આઈ નિલમબાગનાં અધિકારી શ્રી અનિલભાઈ ચાંપાનેરી, શ્રી મુકેશભાઈ ભાલાલા તેમજ સંસ્થાનાં ટ્રસ્ટી શ્રી નીલાબેન સોનાણી, શ્રી પંકજભાઈ ત્રિવેદી, શ્રી કનુભાઈ પટેલ, શ્રી અમુલભાઈ પરમાર, શ્રી રાજશ્રીબેન પરમાર, શ્રી નીપાબેન ઠક્કર, શ્રી હરેશભાઈ પટેલ, શ્રી મિહિરભાઈ વજેરીયા, શ્રી મુમતાઝબેન સમા, શ્રી વિશાલભાઈ શાહ, શ્રી હરેશભાઈ માણીયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ઉષાબેન હાડાએ કર્યું હતું.

Previous articleનવા વર્ષમાય સની લિયોન ચર્ચામાં રહેવા તૈયાર નથી
Next articleશંખેશ્વરપુરમના પ્રભુજીનો ભવ્ય અંજનશલાકા – મહોત્સવ