કંગના રાણાવત જયલલિતાના રોલમાં નજરે પડશે : અહેવાલ

0
261

હાલમાં બોલિવુડમાં બાયોપિક ફિલ્મ બનાવવાનો દોર જારી છે. હવે તમિળનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાની લાઇફ પર ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે. આ ફિલ્મ હિન્દી અને તમિળ ભાષામાં બનાવવામાં આવનાર છે. કંગના રાણાવત ફિલ્મમાં જયલલિતાના રોલને અદા કરનાર છે. કંગના એક્ટિંગના કારણે માત્ર બોલિવુડમાં જ નહીં બલ્કે દુનિયાભરમાં જાણીતી રહી છે. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી રહી છે. ઝાંસીની રાણી પર બનેલી મણિકર્ણિકા ફિલ્મને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળ્યા બાદ તે બીજી બાયોપિક ફિલ્મ કરવા જઇ રહી છે. ઝાંસીની રાણીનો યાદગાર રોલ અદા કર્યા બાદ હવે કંગના રાણાવત લોકપ્રિય રાજકારણી જયલલિતા પર બનવા જઇ રહેલી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. પોતાના જન્મદિવસના પ્રસંગે કંગના રાણાવતે પોતે આ અંગેની વાત કરી હતી. કંગના રાણાવતે માહિતી આપતા કહ્યુ છે કે ફિલ્મનુ તમિળમાં નામ થલાઇવી રાખવામાં આવ્યુ છે. જ્યારે હિન્દીમાં નામ જયા રાખવામાં આવનાર છે. બંને ભાષામાં બની રહેલી ફિલ્મનુ નિર્દેશન વિજય કરનાર છે. વિજય તચે પહેલા કેટલીક યાદદાર ફિલ્મ બનાવી ચુક્યા છે. જેમાં દેઇવા સામેલ છે. જયલલિતાના રોલ માટે કંગનાને વધારે મહેનત કરવી પડશે. વિજયે કહ્યુ છે કે જયા અમારા દેશમાં એક મોટા રાજનેતા પૈકી એક હતા. તેમની લાઇફ પર ફિલ્મ બનાવવા માટેની કામગીરી સરળ નથી. જો કે અમે જોરદાર મહેનત કરવા જઇ રહ્યા છીએ. ફિલ્મની પટકથા કેવી વિજયેન્દ્ર લખી રહ્યા છે. જે પહેલા કેટલીક ફિલ્મની પટકથા લખી ચુક્યા છે. ફિલ્મની તમામ તૈયારી કરી લેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here