રજનીકાંતની ફિલ્મ દરબારને જોવા પડાપડી : શો હાઉસફુલ

0
338

સુપર સ્ટાર રજનીકાંત અભિનિત ફિલ્મ દરબાર રજૂ કરવામાં આવી ચુકી છે. ફિલ્મની રજૂઆત થતાં પહેલા જ રજનીકાંતના ચાહકો ભારે ઉત્સુક દેખાયા હતા. ચેન્નાઈમાં રજનીકાંતના ચાહકોએ બુધવાર રાતથી જ સિનેમા હોલની બહાર લાઇન લગાવી હતી. કેટલાક ચાહકોએ આતશબાજી સાથે ફિલ્મની રજૂઆતની ઉજવણી કરી હતી. સોશિયલ મિડિયા ઉપર પણ રજનીકાંતની ફિલ્મની ચર્ચા રહી હતી. ફિલ્મમાં રજનીકાંત પોલીસ અધિકારીની ભૂમિકા અદા કરી રહ્યા છે. રજનીકાંતને પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોઇને ચાહકો ખુબ જ રોમાંચિત થયા છે. ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત નયનતારા, સુનિલ શેટ્ટી, પ્રતિક બબ્બર અને યોગી બાબુની ભૂમિકા છે. તમિળ, તેલુગુ, હિન્દી અને મલિયાલમ ભાષામાં આ ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે. ફિલ્મનું નિર્દેશ એઆર મુરુગદાસ દ્વારા કરવામાં આવ્યું છે. ચાહકોના રિએક્શન પણ આવવા લાગી ગયા છે. રજનીકાંત પ્રત્યે ચાહકો ભારે ક્રેઝ ધરાવે છે. આ ફિલ્મની સફળતા માટે ચારેબાજુ પ્રાર્થનાઓ પણ થઇ હતી. કેટલાક ચાહકોએ મંદિરમાં પૂજાઅર્ચના કરી હતી. રજનીકાંતના કેટલાક ચાહકો એવા પણ છે જે હજારો ગરીબોને મફતમાં આ ફિલ્મ બતાવવા માટે ટિકિટો ખરીદી ચુક્યા છે. આવી ટેવના કારણે આ લોકો ઉપર લાખોનું દેવું થઇ ગયું છે. એક રજનીકાંતના ચાહકે ફિલ્મને સફળ કરવા માટે ઘુંટણના બળે ચાલીને ૧૫૦૦ સિડીઓ ચઢી છે અને મંદિરમાં દર્શન કર્યા છે. રજનીકાંતના ચાહકોની લોકપ્રિયતા વચ્ચે જોરદારરીતે ફિલ્મ નિહાળવા ઉત્સુક દેખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here