છેલ્લા ત્રણ વરસથી મોબાઇલ ફોનમા ધમકી આપ્યાના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ

642

ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે ઘોઘારોડ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં-૫૫/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪, ૫૦૭ વિ. મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી યશોધરભાઇ ગંગાધરભાઇ પટેલ ઉ.વ.૫૫ રહેવાસી-આઇ-૦૦૨, સામ્રાજય ફલેટસ, મેમનગર, હેલ્મેટ સર્કલ પાસે, ડ્રાઇવ ઇન રોડ, અમદાવાદ વાળાને તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.એલ.પરમાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ. ટી.કે.સોલંકી તથા અરવિંદભાઇ મકવાણા તથા પો.કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા ડ્રાઇવર ગોપીદાન ગઢવી વિગેરે જોડાયા હતા.

Previous articleઉતરાયણ નિમિત્તે અવનવાં બ્યુગલ,માસ્ક, ચશ્માનૂ ધૂમ વેચાણ
Next articleડોન-૩ને લઇને ટુંક સમયમાં જાહેરાત કરવામાં આવી શકે