ભાવનગર શહેરમાં પ્રેસરોડ પર યુવાન ને છરીના ઘા ઝીંકાયા સારવાર દરમિયાન મોત

3885

ભાવનગર શહેરના વૈશાલી ટોકીઝ પ્રેસ રોડપર પ્રવીણભાઈ ઉર્ફે પોલો છગનભાઈ ચુડાસમા ઉમર વર્ષ ૩૫ નામના યુવાનની હત્યા થય હતી બનાવની પ્રાપ્ત થતી વિગત મુજબ કોઈ સામાન્ય બોલાચાલી થતા યુવાનને તિક્ષ્ણ હથિયારના ધા ઝીકી કરપીણ હત્યા કરવામાં આવી હતી.આ બનાવની જાણ સી.ડિવિઝન પોલીસને થતા પી.આઇ સહિતનો કાફલો ભાવનગર સર.ટી હોસ્પિટલ દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.

ભાવનગર શહેર ના પ્રેસ રોડ પર રહેતો અને કૂકિગ વ્યવસાય (રસોઈ કામ) સાથે સંકળાયેલો પ્રવિણ ઉર્ફે પોલો છગનભાઇ ચુડાસમા ઉ.વ.આ.35 વાળા ને આજથી એકાદ માસ અગાઉ કેટલાક શખ્સો સાથે માથાકૂટ થઈ હતી જેની દાઝ રાખી આજે રાત્રે વૈશાલી ટોકીઝ થી પ્રેસ રોડ તરફ પ્રવિણ જઈ રહ્યો હતો તે વેળા અજાણ્યા શખ્સોએ આંતરી તિક્ષ્ણ હથિયારો સાથે પ્રવિણ પર તૂટી પડ્યાં હતાં અને આડેધડ હથિયારો ના ઘા ઝીકી નાસી છુટ્યા હતાં બીજી તરફ ગંભીર રીતે ઘવાયેલ પોલો ને બેભાન હાલતે સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેણે દમ તોડ્યો હતો આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Previous articleઉતરાયણના છેલ્લાં રવિવારેને લઈ પતંગ રસિકોમાં ભારે ખરીદી
Next articleસગવડની સવારી – (અનુભવના ઓટલે અંક: ૪૩)