આલિયા ભટ્ટ- રણબીર કપુર લગ્ન ક્યારે કરશે તેની ચર્ચા

0
178

બોલિવુડમાં હાલમાં આલિયા ભટ્ટ અમે રણબીર કપુર ક્યારે લગ્ન કરશે તેની ચર્ચા જોરદાર રીતે છેડાયેલી છે. બંને છેલ્લા કેટલાક સમયથી એઓકબીજાના પ્રેમ છે. બોલિવુડમાં કોની સાથે કોણ ક્યારેય પ્રેમમાં પડી જાય તે અંગે કોઇ કહી શકે તેમ નથી. નવેસરનો મામલો આલિયા ભટ્ટ અને રણબીર કપુરનો છે. આ અંગેનો ખુલાસો જાણીતા ડિઝાઇનર મનીષ મલહોત્રા દ્વારા કરવામાં આવ્યો છે. આલિયા અને રણબીર કપુર હવે તેમના સંબંધોને વધુ મજબુતી આપવાના પ્રયાસમાં છે. જો કે તેમના લગ્નને લઇને કેટલીક અટકળો ચાલી રહી છે. બંને તરફથી પ્રેમને લઇને સંકેતો તો પહેલાથી જ આપ્યા છે. બંને પરિવારને એકબીજાની સાથે બંનેને લઇને કોઇ વાંધો નથી. કપુર પરિવારની સાથે પણ આલિયા સમય ગાળી ચુકી છે. આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલહોત્રા વચ્ચે પહેલા સંબંધ હતા. બીજી બાજુ રણબીર કપુરનુ નામ અનેક અભિનેત્રી સાથે જોડાયેલુ રહ્યુ છે. જો કે બંને હવે જુના ઇતિહાસને ભુલીને આગળ વધી રહ્યા છે. આ સંબંધને લઇને રણબીર અને આલિયા વધારે ગંભીર પણ દેખાઇ રહ્યા છે. અત્રે નોંધનીય છે કે હાલના દિવસોમાં રણબીર અને આલિયા બ્રાહાસ્ત્ર ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જેનુ નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે. ફિલ્મને ખુબ મોટા બજેટ સાથે તૈયાર કરવામાં આવી રહી છે. આલિયા અને રણબીર વચ્ચે સંબંધોને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા ચાલી રહી છે. ડિઝાઇનર મનીષના ધડાકાથી ખળભળાટ મચી ગયો છે. રણબીર સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે છે. સંજુ ફિલ્મમાં કામ કર્યા બાદ રણબીર કપુર બોલિવુડમાં સૌથી સફળ સ્ટાર તરીકે ઉભર્યો છે. રણબીર કપુરની આ ફિલ્મની વિશ્વભરમાં બોલબાલા રહી હતી. તેની બોલબાલા દેખાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here