રાણપુરમાં એક સાથે ત્રણ મોટરસાઈકલ વચ્ચે અકસ્માત સર્જાયો : એક નું મોત

890

ત્રણ બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં મૃત્યુપામનાર રાણપુર P.G.V.C.L કચેરીમાં કોંટ્રાક્ટથી ચલાવતા હતા..

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર ત્રણ મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં પાંચ વ્યકતીને નાની મોટી ઈજાઓ થઈ હતી.જેમાંથી એક વ્યક્તીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.
સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર થી એક કીલોમીટર દુર ધારપીપળા રોડ ઉપર ત્રણ મોટરસાઈકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો અને પાંચ ને ઈજાઓ પહોચી હતી. જેમાં રાણપુર પી.જી.વી.સી.એલ.કચેરી ખાતે કોંન્ટ્રાક ઉપર ગાડી ચલાવતા નાના છૈડાના કપુરભાઈ તળશીભાઈ ડાભી તેઓ પોતાનું મોટરસાઈકલ ઉપર(ગાડી.નં GJ-33-T-2121)તળપદા કોળી પટેલ નાના છૈડાથી રાણપુર આવી રહ્યા હતા ત્યારે ધારપીપળા રોડ ઉપર ગદાણી હાઈસ્કુલ પાસે સામે આવી રહેલા બે મોટરસાઈકલ સહીત કુલ ત્રણ મોટરસાઈકલ સામસામે અથડાતા ત્રણ બાઇક ઉપર સવાર પાંચ જણાને ઈજાઓ થતા પ્રથમ રાણપુર દવાખાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ધંધુકાની આર.એમ.એસ.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યા કપુરભાઈ તળશીભાઈ ડાભી નું મોત થયુ હતુ.રાણપુર પી.જી.વી.સી.એલ.પેટા કચેરી ખાતે કોન્ટ્રાક્ટથી ગાડી ચલાવનાર કપુરભાઈ તળશીભાઈ ડાભી નું મોત થતા તેમના પુત્ર વિજયભાઈ એ વિશાલભાઈ રમેશભાઈ બાવળીયા રહે.ઉમરાળા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા આગળની વધુ તપાસ રાણપુર પોલીસ ચલાવી રહી છે..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

Previous articleકેન્દ્ર સરકાર દ્વારા આજ થી તેજસ ટ્રેનનો શરૂ કરતાં ભાવનગર ટર્મિનસ ખાતે રેલવે કર્મચારીઓ એ વિરોધ કરી હલ્લાબોલ કર્યા
Next articleનિરમા પાટીયા પાસેથી પાર્સલની આડમાં છુપાવેલ વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપાયો