ઈડરીયા ગઢ ખાતે આરોહણ – અવરોહણ સ્પર્ધામાં ૩૩૧ સ્પર્ધકો જોડાયા

668

ગુજરાત રાજ્ય રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને જિલ્લા વહિવટીતંત્રના ઉપક્રમે ઈડરીયો ગઢ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. સ્પર્ધાને ધારાસભ્ય હિતુભાઈ કનોડીયાએ ફ્લેગ ઓફ કરીને ખુલ્લી મુકી હતી. આ કાર્યક્રમમાં સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા ઇડરના ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ફીટ ઇન્ડીયા દ્વારા રમત-ગમતને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યુ છે. જેને લઇ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના રમતવીરો શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. જિલ્લા સમાહર્તા શ્રી સી.જે.પટેલે જણાવ્યું હતુંકે, રાજ્યમાં ખેલ મહાકુંભ દ્વારા યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને તક મળી છે. જેના કારણે ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય લેવલે નામના વધારી છે.

આ સ્પર્ધામાં રાજયના વિવિધ જિલ્લાઓના ૧૯૨ ભાઇઓ અને ૧૩૯ બહેનો મળી કુલ ૩૩૧ બાળકોએ દોડ લગાવી હતી. પ્રથમ તબક્કામાં ભાઇઓ જયારે બીજા તબક્કામાં બહેનોની સ્પર્ધા શરૂ થઇ હતી. આ રૂટના સ્પર્ધકો પર ડ્રોન ધ્વારા નજર રાખવામાં આવી હતી. ભાઇઓમાં ઈડર ગામના વિદ્યાર્થી વાઘેલા સિદ્ધરાજસિંહે એ ૮.૩૧ મિનિટમાં ઈડરીયો ગઢ સર કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે બહેનોમાં  હિંમતનગરની વિદ્યાર્થીની જાડા રિન્કલ ૮.૫૮ મિનિટમાં ઈડરીયો ગઢ સર કરી પ્રથમ ક્રમાંકે રહી હતી. વિજેતા સ્પર્ધકોને પ્રમાણપત્ર, ટ્રોફી અને પ્રોત્સાહિત રકમ અપર્ણ કરવામાં આવી હતી. આ ઇનામ વિતરણ પ્રસંગે ઇડર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ડૉ. જશવંતકુમારીબા વાઘેલા, પ્રાંત અધિકારી શ્રી વાય.જે ચૌધરી, રમત ગમત અધિકારી શ્રીમતી હર્ષા ઠાકોર સહિત કોચ સહિત રમતવીરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  

Previous articleદામનગર થી ગારીયાધાર જતા સ્ટેટ ના માર્ગ નું રૂપિયા અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર વરદહસ્તે ખાતમહુર્ત કરાયું Inbox x
Next articleહવે બાયોપિક ફિલ્મ સાઇનાને લઇને પરિણિતી આશાવાદી છે