પ્રિયંકા ચોપડા લગ્ન બાદ હવે બોલ્ડ ઇમેજમાં આવી ચુકી છે

533

બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને હાલમાં જુદા જુદા પ્રોજેક્ટ પર કામ કરી રહેલી પ્રિયંકા ચોપડા લગ્ન બાદ હવે બોલ્ડ ઇમેજમાં વધારે દેખાઇ રહી છે. જુદા જુદા તેના લુક અને તેના વસ્ત્રોના કારણે તેની ચર્ચા વિશ્વમા થઇ રહી છે. તાજેતરમાં જ ગ્રેમી એવોર્ડમાં તે છવાયેલી રહી હતી. જેમાં તેના વસ્ત્રોના કારણે તેની ચારેબાજુ ટિકા પણ થઇ રહી છે. જો કે તે આની કોઇ ચિંતા કરતી નથી. બોલિવુડની કોઇ સમયની લોકપ્રિય અભિનેત્રી માધુરી દીક્ષિતની લાઇફ પર ફિલ્મ બનાવવા જઇ રહી છે. તે ફિલ્મમાં કારોબારી નિર્દેશક તરીકેની ભૂમિકામાં રહેનાર છે. આ ઉપરાંત તે જુદી જુદી ભાષાની અનેક પ્રાદેશિક ફિલ્મો બનાવી રહી છે. નંબર વન અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ખુલાસો કરતા કહ્યુ છે કે ડોન-૩ ફિલ્મ હાલમાં બનાવવામાં આવી રહી નથી. પ્રિયંકાએ કહ્યુ છે કે આ પ્રોજેક્ટ પર વહેલી તકે કામ શરૂ કરવામાં આવશે નહી. બીજી બાજુ એવુ પણ જાણવા મળ્યુ છે કે ફિલ્મમાં પ્રિયંકા ચોપડા જ કામ કરનાર છે. ડોન-૩ના અન્ય કલાકારોને લઇને ટુંક સમયમાં જ જાહેરાત કરવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ પ્રિયંકાએ કહ્યુ છેકે ડોન-૩ ફિલ્મ વહેલી તકે શરૂ થઇ રહી નથી. તે ડોન-૩ ફિલ્મમાં કામ કરી રહી છે કે કેમ તે અંગે પુછવામાં આવતા પ્રિયંકાએ કહ્યુ છે કે આ ફિલ્મ હાલમાં બની રહી નથી. જેથી આ અંગે કોઇ વાત કરશે નહી. પ્રથમ બે ભાગ શાહરૂખખાનની સાથે બનાવનાર ડોનના નિર્દેશક ફરહાન અખ્તરે માર્ચ મહિનામાં જ કહ્યુ હતુ કે ડોન-૩ ફિલ્મની પટકથા તૈયાર કરવામાં આવી રહી છે. કામ ખુબ મુશ્કેલ છે. ડોન-૨ ફિલ્મ બનાવ્યા બાદ ડોન-૩ બનાવવાની જાહેરાત કર્યા બાદ ફરહાન પોતે મુશ્કેલી અનુભવ કરી રહ્યો છે. બીજી બાજુ લોકપ્રિય સ્ટારે જેક્લીને એવા હેવાલને રદિયો આપ્યો છે કે તે ડોન-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. હાલમાં ટીવી ચેનલોમાં આવેલા હેવાલને જેક્લીને રદિયો આપ્યો છે. સૌથી રસપ્રદ બાબત તો પ્રિયંકાએ આપી છે.

Previous articleભાવનગર સહિત ચાર જીલ્લામાંથી તડીપાર થયેલ ઇસમ ઝડપાયો
Next articleછપાક બાદ દિપિકા પિરિયડ ડ્રામા ફિલ્મ દ્રોપદીમાં રહેશે