ગાંધીનગરમાં ૩ હજાર ચકલી ઘરના વિતરણ સાથે “હેપ્પી સ્પેરો વિક”નું સમાપન

1127
gandhi2932018-1.jpg

હેપ્પી યુથ કલબ દ્વારા ગાંધીનગરમાં વિશ્વ ચકલી દિવસથી એક સપ્તાહ માટે “હેપ્પી સ્પેરો વિક” ની ઉજવણી કરવામાં આવી હતી. હેપ્પી સ્પેરો વીક દરમ્યાન શહરેમાં વિના મૂલ્યે આશરે ત્રણ હજાર “હેપ્પી ચકલી ઘર”નું વિતરણ કરવામાં આવ્યું હતું. હેપ્પી સ્પેરો વિક દરમ્યાન નગરજનો ધ્વારા મળેલા ઉમળકાભર્યો પ્રતિસાદ સાંપડ્‌યો હતો. આ ઉપરાંત શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સહિત અને સ્થળે પક્ષીઓ માટે પાણી મળી રહે તે હેતુથી માટીની કુંડાની પક્ષી પરબોનું સ્થાપન કરવામાં આવ્યું હતું. હેપ્પી સ્પેરો વીક અંતર્ગત ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી અને વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને “હેપ્પી ચકલી ઘર”ની ભેટ આપવામાં આવી હતી અને તમામ મહાનુભાવોએ હેપ્પી યુથ ક્લબના પ્રયાસને બિરદાવયો હતો. 
એક તરફ દિન પ્રતિદિન ગરમીનો પારો વધતો જાય છે અને બીજી તરફ હરિયાળીનું નિકંદન નીકળતું જાય છે, વળી, વિવિધ કારણોસર ચકલી તથા તેના જેવા નાનાં કદના પક્ષીઓની પ્રજાતિઓ પર પ્રદૂષણની ગંભીર અસરો જોવા મળે છે અને ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થવા તરફ ધસી રહી છે.આ સંજોગોમાં આ પક્ષીઓને બચાવવા અને તેમનું સંવર્ધન કરવા અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી ગાંધીનગરની હેપ્પી યુથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક”નું આયોજન કરવામાં આવ્યું હતું. “હેપ્પી સ્પેરો વિક” ની ઉજવણીના ભાગ રૂપે આ સપ્તાહ દરમ્યાન કુલ પાંચ વાર મળીને ૩ હજાર જેટલા “હેપ્પી ચકલી ઘર”નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સેક્ટર-૧૨માં બલ્રરામ મંદિરે બે વાર અને તે ઉપરાંત સેક્ટર – ૧૬ માં પાટનગર યોજના ભવન સામે, કુડાસણ વિસ્તારમાં શ્યામ શ્રુષ્ટિ કોમ્પ્લેક્સ ખાતે અને સરગાસણ ચાર રસ્તા નજીક પ્રમુખ ઓએસિસ ખાતે કરવામાં આવેલા હેપ્પી ચકલી ઘરના વિતરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હેપ્પી સ્પેરો વીક દરમ્યાન હેપ્પી યુથ કલબ દ્વારા શહેરના વિવિધ શૈક્ષણિક સંકુલો તથા કેટલાક જાહેર સ્થળો ખાતે આવનાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ ની તરસ છીપાય તે હેતુથી શહેરમાં વિવિધ સ્થળે પક્ષી પરબ (માટીના કુંડા) નું સ્થાપન કરવામાં આવ્યું હતું તેમજ તેમાં નિયમિત જળવ્યવસ્થાપન ની કાળજી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ “હેપ્પી સ્પેરો વિક”ને સફળ બનાવવા હેપ્પી યુથ ક્લબના સ્વયંસેવકો ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને નગરજનો ધ્વારા પણ હેપ્પી સ્પેરો વીકને પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્‌યો હતો.

Previous articleGPSC, PSI ,નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleન્યૂ ઇન્ડિયા હેકાથોનમાં LDRP કોલેજનો વિદ્યાર્થી પ્રથમ સ્થાને