૩૧મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધા સંપન્ન

1380

અરબી સમુદ્રમાં આજે યોજાયેલ ૩૧મી વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાઇઓમાં ત્ર્શ્રત્વીક ભાજીવાલા (ગુજરાત, સુરત) ૭ કલાક ૦૪ મીનીટ અને ૩૮ સેકન્ડનાં સમય સાથે અને બહેનોમાં મોનીકા નાગપુરે (ગુજરાત, સુરત) ૪ કલાક ૩૯ મીનીટ અને ૦૨ સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયા હતા.

        ભાઇઓ માટે આ સ્પર્ધા ચોરવાડથી વેરાવળ બંદર ૨૧ દરિયાઇ નોટીકલ માઇલ અને બહેનો માટે આદ્રીથી વેરાવળ બંદર ૧૬ દરિયાઇ નોટીકલ માઇલ સુધીની આ સ્પર્ધામાં ભાઇઓમાં ઉન્મીત સુરતી (ગુજરાત, સુરત) બીજા સ્થાને ૭  કલાક ૧૦ મીનીટ અને  ૫૩ સેકન્ડ, તૃતિય સ્થાને કપીલ ભાવસાર (ગુજરાત બરોડા) ૭ કલાક ૧૩ મીનીટ અને ૨૨ સેકન્ડ તેમજ બહેનોમાં બીજા સ્થાને દર્શના સેલર (ગુજરાત, સુરત) ૫ કલાક ૨૪ મીનીટ અને ૪૯ સેકન્ડ તથા તૃતિય સ્થાને મેહાલી ભાજીવાલા (ગુજરાત, સુરત) ૫ કલાક ૩૧ મીનીટ અને ૧૯ સેકન્ડનાં સમય સાથે વિજેતા થયા હતા.

        કમિશ્રરશ્રી યુવક સેવા અને સાંસ્કૂતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, જિલ્લા વહિવટીતંત્ર અને હરિઓમ આશ્રમ સુરત/નડીયાદ પ્રેરિત વીર સાવરકર અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધા દર એકાંતરા વર્ષે ચોરવાડ થી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં યોજવામાં આવે છે. આ સ્પર્ધામાં ૧૨ ભાઇઓ અને ૭ બહેનો મળી કુલ ૧૯ સ્પર્ધકો સહભાગી થયા હતા. ચોરવાડ ખાતેથી ભાઇઓ માટે ૭ કલાક અને આદ્રીથી બહેનો માટે ૭:૩૦ કલાકે દરિયા દેવની પુજા સાથે માળીયા હાટીના મામલતદારશ્રી ગોહિલ, સરપંચશ્રી મયુર જોટવા, જિલ્લા રમત-ગમત અધિકારી વિશાલ જોષી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હરેશ મકવાણા, સિનિયર કોચશ્રી કાનજીભાઈ ભાલીયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.

    આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર માંથી બહેનો-૪, ભાઈઓ-૨, ગુજરાત માંથી બહેનો-૦૭, ભાઈઓ-૫ અને પશ્રિમ બંગાળ માંથી ભાઈઓ-૧ મળી કુલ ૧૯ સ્પર્ધકોએ સમુદ્ર સાથે બાથ ભીડી હતી. મહારાષ્ટ્રના સ્પર્ધક બળવે સાગરને સંપૂર્ણ બહેરાપણુ અને આંખની ઓછી દ્રષ્ટિ હોવા છતા તેઓ સહભાગી થયા હતા.

        વેરાવળ ખારવા સમાજના સહયોગથી બપોર બાદ ખારવા સમાજની વાડી વેરાવળ ખાતે યોજાયેલ સમાપન સમારોહમાં રાજ્યબીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઈ જોટવાએ જણાવ્યું હતું કે, તરણ સ્પર્ધામાં ભાગ લેવો તે જ મહત્વનું છે. સ્પર્ધકોના તંદુરસ્ત આરોગ્ય માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી. ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમાએ તમામ તરવૈયાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, સમુદ્રમાં તરવું ખુબ મુશ્કેલ હોવા છતા સ્પર્ધકો ઉત્સાહ પુર્વક જોડાયા હતા. કલેકટરશ્રી અજયપ્રકાશે કહ્યું કે, લાંબા અંતરની તરણ સ્પર્ધામાં ભાગ લેનાર તેમામ સ્પર્ધકો વિજેતા છે. આ સ્પર્ધામાં ભાગ લઈ સ્વીમીંગ કરવું એ જ વિજેતા છે. મહાનુભાવોના હસ્તે વિજેતા અને તમામ સ્પર્ધકોને રોકડ રકમ, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

   આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન જાલોંધરા, નિવૃત મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, અગ્રણીશ્રી ડાયાભાઈ જાલોંધરા, જીતુભાઈ કુહાડા, ગોપાલભાઈ ફોફંડી અને હીરાભાઈ તેમજ મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

   સ્પર્ધાને સફળ બનાવવાં જિલ્લા કલેકટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત-ગમત કચેરી ઉપરાંત રેફરી મેહુલ મીસ્ત્રી, વીપુલ ભટ્ટ, અર્જૂન પરમાર, યોગેશ ચાવડા સહિત વ્યાયામ શિક્ષકો ઉપરાંત હરિઓમ આશ્રમનાં રૂટ માર્ગદર્શક હેમલતાબેન અને એમની ટીમ સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક નિમાવતે કર્યું હતું.

Previous articleગાંધીનગરની બીબીઍ કૉલેજ દ્વારા અદાણી ગ્રૂપ ઓફ ઇંડસ્ટ્રીસ સંચાલિત મુન્દ્રા બંદર ની સફળતા પૂર્વક બે દિવસીય ઔધોગીક મુલાકાત
Next articleમોનીકા નાગપુરની અખિલ ભારતિય સમુદ્ર તરણ સ્પર્ધામાં હેટ્રીક