પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

623

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.એન.જી.જાડેજા તથા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા મિલ્કત સબંઘી ગુન્હા ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, પાટણ જિલ્લાના રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૮/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ વિ. મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી રાહુલભાઇ કિશનભાઇ વાઘરી રહે.નુતનનગર, મહુવા વાળો કાળા કલરનો શર્ટ તથા બ્લુ કલરનુ જીન્સ પેન્ટ પહેરીને મહુવા મ.ક.કેન્દ્ર પાસે પાસે ઉભેલ છે.. જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ઉપરોક્ત હકીકતના વર્ણન વાળો ઇસમ મળી આવતા તેનુ નામ ઠામ પુછતા રાહુલભાઇ કિશનભાઇ રાઠોડ જાતે દે.પુ. ઉ.વ.૨૧ ધંધો- મજુરી રહે.નુતનનગર, દે.પુ.વાસ, મહુવા વાળો હોવાનુ જણાવેલ અને મજકુર ઇસમને પુછપરછ કરતા ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા જે બાબતે રાધનપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૪૮/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯,૧૧૪ વિ. મુજબનો ગુન્હો નોંધાયેલ હોય, મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧)(આઇ) મુજબ ઘોરણસર કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે મહુવા પો.સ્ટે. જી. ભાવનગરને સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. જે.આર.આહિર તથા પો.કોન્સ. ભદ્રેશભાઇ પંડયા તથા અરવિંદભાઇ બારૈયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા.

Previous articleગેરકાયદેસર પિસ્ટલ હથિયાર-૧ તથા કાર્ટીસ નંગ-૩ સાથે એક ઇસમને ઝડપાયો
Next articleભાવનગર શહેરમાં વર્ષો બાદ બ્રહમાકુમારીઝ ભાવનગર દવારા જવાહર મેદાન ખાતે અલવિદા તનાવ શિબિરનું આયોજન