રબ્બર ફેકટરી પાસેથી એક ઇસમને એક ચોરાઉ મોટર સાયકલ તથા ત્રણ મોબાઇલ ફોન સાથે ઝડપી લેતી ભાવનગર એલસીબી

637

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ તથા ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપેલ.

ભાવનગર,એલ.સી.બી. સ્ટામફનાં માણસો પો.ઇન્સ. એલ.સી.બી. ભાવનગરનાંઓની સુચના મુજબ ભાવનગર શહેર વિસ્તાલરમાં ચોરીનાં અનડિટેકટ ગુન્હા ઓ ડિટેકટ કરવા અંગે શકદારોની તપાસમાં ખાનગી વાહનમાં સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.તે દરમ્યાન ભાવનગર,રબ્બર ફેકટરી સર્કલ પાસે આવતાં ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, રબ્બર ફેકટરીથી ઘોઘા સર્કલ જવાના રસ્તા ઉપર આવેલ કબ્રસ્તાનના ગેટ પાસે એક ઇસમ કાળા કલરનું સુપર સ્પ્લેન્ડર મો.સા. લઇને ચોરીના મોબાઇલ વેચવાની ફીરાકમા છે.તેમ હકિકત મળતા તુર્તજ સાથેના સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યા ઉપર આવતા ઉપરોકત વર્ણનવાળો ઇસમ મો.સા. સાથે ઉભેલ હોય જેથી તેને જેમનો તેમ પકડી નામ સરનામું પુછતા જયેશભાઇ જેન્તીલાલ તન્ના/લુહાણા ઉ.વ.-૩૩ રહે.પ્લોટ નં.-૧૪ હરીરામબાગ તીર્થ રેસીડન્સી બોરતળાવ રોડ સરીતા સોસાયટીની બાજુમાં ભાવનગર વાળો હોવાનું જણાવેલ જેથી તેની પાસે રહેલ મો.સા. હિરો હોન્ડા સુપર સ્પ્લેન્ડર જેના રજી. નં.જી.જે.૧૩એલ.૧૦૭૧ નું જેના ચેસીસ નંબર જોતા અંગ્રેજીમા ૦૫ એફ એ એ એફ ૦૫૮૦૨ તથા એન્જીન નં. ૦૫ એફ એ એ ઇ ૦૫૫૮૪ના છે. જેના આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જેથી મો.સા.ની કિ.રૂ.૨૫૦૦૦/-ગણી તેમજ તેની અંગ જડતી કરતા શર્ટના તથા પેન્ટના ખીસ્સા માથી ત્રણ મોબાઇલ ફોન મળી .(૧) એક પર્પલ કલરનો ઓપો કંપનીનો ટચ સ્કિન મોડલ નંબર સી.પી.સી.૧૮૦૩ જેની કિ.રૂ.૧૧૦૦૦/-ગણી (૨) એક સીલ્વર કલરનો સેમસંગ કંપનીનો ટચ સ્કિન મોડલ નંબર ગેલેક્સી જે-૭ નેક્સટ કિ.રૂ.૫૦૦૦/- (૩) એક કાળા કલરનો લાવા કંપનીનો કિ-પેડ વાળો જેના મોડલ નંબર જોતા મેટલ-૨૪ કિ.રૂ.૫૦૦/-ગણી મો.સા.તથા ત્રણેય મોબાઇલ ફોન સહિત કુલ કિ.રૂ. ૪૧,૫૦૦/-નો મુદામાલ શક પડતી મીલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરેલ છે. ધોરણસર અટક કરેલ છે

મજકુર ઇસમને ઉપરોકત મો.સા. તથા મળી આવેલ ત્રણેય મોબાઇલ ફોન બાબતે પુછ પરછ કરતા તેની પાસે રહેલ મો.સા.ના કાગળો કે આર.સી.બુક નથી તેમજ ઓપો કંપનીનો પર્પલ કલરનો ટચ ક્રિન મોબાઇલ ફોન એકાદ વર્ષ પહેલા ક્રેસન્ટ સર્કલ દાસ પેંડા વાળાની દુકાનની બાજુમા એક મોટર સાયકલ ચાલકને ઉભો રાખી પોલીસ તરીકે ની ખોટી ઓળખ આપી તેની પાસેથી આ મોબાઇલ ફોન લઇ લીધેલ છે. તેમજ સેમસંગ કંપનીનો સીલ્વર કલરનો ટચ ક્રિન મોબાઇલ ફોન આજથી છ મહિના પહેલા સર ટી હોસ્પીટલના દરવાજા પાસેથી મળેલાનુ જણાવેલ તેમજ કાળા કલરનો લાવા કંપનીનો કિ-પેડ વાળો મોબાઇલ ફોન અજાણ્યા માણસ પાસેથી વેચાતો લીધેલાનુ જણાવેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી. વી.વી.ઓડેદરા પો.સબ.ઇન્સ. એન.જી.જાડેજા તથા સ્ટાફના હેડ કોન્સ.વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા પો.કોન્સ મહેન્દ્રભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. વિઠ્ઠાલભાઇ બારૈયા તથા પો.કોન્સ. સંજયભાઇ ચુડાસમા તથા પો.કોન્સ. ઇમ્તીયાજભાઇ પઠાણ વિગેરે સ્ટાફના માણસો જોડાયેલા.

Previous articleમહુવા વિધ્યાનગર ખાતેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ સાથે એકને ઝડપી લેતી ભાવનગર એલસીબી
Next articleભાવનગર સર ટી હોસ્પિટલના બીજા માળેથી દર્દીનો આપઘાત