નવી ફિલ્મમાં સલમાન સાથે પુજા હેગડેને લેવાનો નિર્ણય

542

સલમાન ખાનની નવી ફિલ્મ કભી ઇદ કભી દિવાલી માટે આખરે અભિનેત્રીની પસંદગી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં હવે સલમાન ખાનની સાથે પુજા હેગડે જોવા મળનાર છે. તેની પસંદગીની જાહેરાત ફિલ્મના નિર્માતા અને પટકથાકાર દ્વારા કરવામાં આવી છે. નિર્માતા સાજિદ નડિયાદવાળા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. નડિયાદવાળા દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. સાજિદે માહિતી આપતા કહ્યુ છે કે પુજા અને સલમાન ખાનની જોડી પ્રથમ વખત જોવા મળનાર છે. સાજિદે કહ્યુ છે કે પુજા પહેલા રિતિક રોશન અને ત્યારબાદ અક્ષય કુમારની સાથે ફિલ્મમાં નજરે પડી ચુકી છે. છેલ્લે પુજા હાઉસફુલ સિરિઝની ફિલ્મમાં નજરે પડી હતી. રિતિક રોશન સાથે મોહનજો દારો નામની ફિલ્મ સાથે પુજા હેગડેએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. સલમાન ખાન હાલમાં આ સાજિદ નડિયાદવાળાની ફિલ્મમાં નજરે પડી રહ્યો છે. સાજિદે કહ્યુ છે કે હાલમાં પુજા સાથે કામ કર્યા બાદ અનુભવ થયો છે કે આ ફિલ્મ માટે તે પરફેક્ટ રહી શકે છે. તેની સ્ક્રીન પ્રજેન્સ જોરદાર રહેલી છે. સલમાન ખાન સાથે તેની જોડી જોરદાર રીતે જોવા મળનાર છે. આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. જેનુ નિર્દેશન ફરહદ સામજી કરનાર છે. આ ઇદ ૨૦૨૧ ઉપર રજૂ કરવામાં આવનાર છે.
સાજિદે કહ્યુ છે કે પ્રથમ વખત સલમાનની ફિલ્મ જુડવા ઇદ પર રજૂ કરવામાં આવી હતી. તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ કિક પણ ઇદના દિવસે રજૂ કરવામાં આવી હતી. ફિલ્મનુ શુટિંગ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. શુટિંગ શરૂ કરતા પહેલા સલમાન અને પુજા હેગડેની એક સાથે વર્કશોપ્સ કરવામાં આવનાર છે. બંને એકબીજા સાથે કેમિસ્ટ્રી જમાવે તેવી શક્યતા છે. ફિલ્મને લઇને પ્રાથમિક તૈયારી શરૂ કરી લેવામાં આવી છે.

Previous articleદામનગર પાલિકા પ્રમુખ ની અધ્યક્ષતા માં ત્રીદિવસીય ગ્રીનજોબ શિબિર નો પ્રારંભ નિષ્ણાંત વક્તા નિખિલેશ મહેતા નું મનનીય માર્ગદર્શન
Next articleશર્લિન ચોપડા બોલ્ડ ઇમેજના લીધે જાણીતી રહી છે : રિપોર્ટ