શ્રદ્ધા કપુર ટાઇગર શ્રોફની સાથે ફિલ્મને લઇને ઉત્સુક

0
244

શ્રદ્ધા કપુર પોતાની નવી ફિલ્મ બાગી-૩ ફિલ્મને લઇને ભારે ઉત્સુક છે. આ ફિલ્મ હવે છટ્ઠી માર્ચના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં તેની સાથે ટાઇગર શ્રોફ નજરે પડનાર છે. એક્શનથી ભરપુર ફિલ્મ હોવાથી આ ફિલ્મની રાહ જોવામાં આવી રહી છે. ફિલ્મમાં શ્રદ્ધા કપુર એરહોસ્ટેસની ભૂમિકા અદા કરી રહી છે. ત્રણ વર્ષના લાંબા ગાળા બાદ શ્રદ્ધા કપુર ફરી બાગીની એક્શન પેક્ટ ફ્રેન્ચાઇસમાં નજરે પડનાર છે. શ્રદ્ધા કપુર હાલમાં પ્રભાસ સાથે સાહો અને વરૂણ ધવનની સાથે સ્ટ્રીટ ડાન્સર જેવી ફિલ્મ કરી ચુકી છે. આ ઉપરાંત તે અનેક અન્ય ફિલ્મો પણ હાથમાં ધરાવે છે. શ્રદ્ધા અગાઉ ત્રણ વર્ષ પહેલા મુખ્ય અભિનેત્રી તરીકે નજરે પડી હતી. પ્રથમ ફિલ્મની જેમ હવે ત્રીજી ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. પ્રથમ ફિલ્મનુ શુટિંગ વિશ્વના જુદા જુદા દેશોમાં કરવામાં આવ્યુ હતુ. અહેમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મમાં કામ કરવા માટે અન્ય સાથે જોડાતા પહેલા શ્રદ્ધા કપુર ત્રણ ફિલ્મના શુટિંગને પૂર્ણ કરી ચુકી હતી. જેમાં સાહો, સ્ટ્રીટ ડાન્સર અને છિછોરેનો સમાવેશ થાય છે. સાહોમાં તે બાહુબલી ફેઇમ પ્રભાસ સાથે દેખાઇ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. સ્ટ્રીટ ડાન્સરમાં તે વરૂણ ધવનની સાથે નજરે પડી હતી. આ ફિલ્મ સરેરાશ સફળતા મેળવી શકી હતી. તે પહેલા તે સુશાંત રાજપુત સાથે છિછોરેમાં નજરે પડી હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે શ્રદ્ધા અને ટાઇગરે વર્ષ ૨૦૧૬માં બાગી ફ્રેન્ચાઇસમાં ભૂમિકા કરી હતી. શ્રદ્ધા કપુરે ફિલ્મમાં સિયા ખુરાનાની ભૂમિકા અદા કરી હતી. પ્રથમ વખત શ્રદ્ધા કપુરે ફિલ્મમાં દિલધડક એક્શન સીન કર્યા હતા. આ વખતે પણ જોરદાર તૈયારી કરી લેવામાં આવી હતી. ટાઇગર
શ્રોફ અને શ્રદ્ધા કપુરે કેટલાક સ્ટન્ટ પોતે કર્યા હતા. ફિલ્મમાં એક્શન સોંગ પણ કરવામાં આવ્યા હતા. ફિલ્મના ગીતે છમ છમે ભારે લોકપ્રિયતા મેળવી હતી. હવે શ્રદ્ધા કપુર ફરી એકવાર જોરદાર રીતે ચર્ચામાં રહેવા માટે તૈયાર છે. કારણ કે તેની પાસે સતત સારી અને મોટા બેનરની ફિલ્મ આવી રહી છે. શ્રદ્ધા કપુર બોલિવુડમાં સૌથી વધારે માંગ ધરાવતી સ્ટાર પૈકી એક છે. તેની પાસે મોટા સ્ટારની સાથે પણ ફિલ્મો આવી રહી છે. ફિલ્મોમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે શ્રદ્ધા કપુર બોલિવુડમાં ટકી રહેવા માટે સજ્જ છે. તેને સારી ફિલ્મો મળી રહી છે. શ્રદ્ધા કપુર પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત જોરદાર રીતે આંશીકી-૨ સાથે કરી હતી. ફિલ્મ જોરદાર રીતે સફળ રહી હતી. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપુરે ભૂમિકા અદા કરી હતી. શ્રદ્ધા કપુર બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. તેની પાસે મોટી ફિલ્મો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here