વેરાવળ મહિલા કોલેજ દ્રારા એનએસએસ વાર્ષિક કેમ્પ યોજાયો

0
352

મહિલા કોલેજ વેરાવળ આયોજિત NSS વાષિઁક કેમ્પ ભાલકા તિથઁક્ષેત્રે (સોમનાથ) ભકતકવિ નરસિંહ મેહતા યુનિના સિંડીકેટ સભ્ય ભાવનાબેન અજમેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ભાલપરાના સરપંચ વિક઼મભાઈ પટાટ, જય ત્રિવેદી, ડો. જે એસ વાળા, વેરાવળ એજયુ સોસાયટીના માનદમંત્રીશ્રી ગીરીશભાઈ કારીયા, મહિલા કોલેજના મે. ટ્રસ્ટી સમીરભાઈ મારૂ, નયન મારૂ, ડો બંધીયા, જોરા, ડો જીગર રાવલ, પ્રોગા઼મ ઓફિસર પ્રો નીલાબેન બોરડ ઉપસ્થિત રહયા હતા.

આ તકે ભાલપરાના ગ્રામજનો, પ્રાથમિક શાળાના આચાયોઁ, શિક્ષકો, પ્રોફેસરો જોડાયા હતા. આ કાર્યક્રમમાં રમતગમતમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામેલ દિકરીઓનુ બેટી બચાઓ બેટી પઢાઓ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને યુવાકુલપતિ પ્રો (ડો) ચેતનભાઈ ત્રિવેદીએ ઓડીયો/વીડીયોકોલથી શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સ્વાગત ડો બંધિયાસર અને આભારવિધી કે એન બારડે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here