ચાર વર્ષથી ગારીયાઘાર પોલીસ સ્ટેશનના જુગારઘારાના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

0
309

ભાવનગર ઇન્ચાર્જ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ.એમ.સૈયદ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓ ને પકડી પાડવા માટે સખત સુચના આપેલ.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગારીયાઘાર પોલીસ સ્ટેશન વિસ્તાનરમાં ચોરીના શકદારોની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાોન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ગારીયાઘાર મોટા ચારોડીયા ચોકડીએ નવગાજાપીરની દર્ગાહ પાસે આવતા બાતમીરાહે હકિકત મળેલ કે, ગારીયાઘાર પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુ.ર.ન.૧૧૭/૨૦૧૬ જુગાર ઘારા -૧૨ મુજબના ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી શૈલેષ બાલુ ઉર્ફે બાબુ દેસાઇ રહે. ભોરીંગડા તા.લીલીયા જી.અમરેલી વાળા ગારીયાઘાર ભોરીંગડા ચોકડી એ ઉભો છે. તેવી હકિકત મળતા તુરતજ બાતમી વાળી જગ્યા એ આવતા મજકરુ બાતમી વાળો ઇસમ હાજર મળી આવતા મજકુર ઇસમને પકડી નામ સરનામું પુછતા (૧) શૈલેષભાઇ બાલુભાઇ ઉર્ફે બાબુભાઇ દેસાઇ/પટેલ રહે. ભોરીગડા તા.લીલીયા જી.અમેરલી વાળા હોવાનું જણાવતા મજકુર ઇસમની પુછપરછ કરતા ઉપરોકત ગુન્હામાં ચાર વર્ષથી નાસ્તા ફરતા હોવાની કબુલાત કરતા મજકુરને સી.આર.પી.સી. ૪૧(૧) આઇ મુજબ ઘોરણસર કાર્યવાહી કરી સદર બાબતે ગારીયાઘાર પોલીસ સ્ટેશનમાં માં નોઘ કરાવી આગળની કાર્યવાહી માટે ગારીયાઘાર પોલીસ સ્ટેશનમાં સેકન્ડ ગુર.ન. ૧૧૭/૨૦૧૬ જુગારઘારા-૧૨ મુજબનો ગુન્હો નોઘાયેલ હોય ગારીયાઘાર પોલીસ સ્ટેશન ને આગળની કાર્યવાહી માટે સોપી આપેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ તિરૂણસિંહ સરવૈયા તથા પો.કો. શકિતસિંહ સરવૈયા તથા કુલદિપસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here