હવે કિયારાની ૪ ફિલ્મો ટુંક સમયમાં રજૂ કરાશે : રિપોર્ટ

0
184

ખુબસુરત કિયારા અડવાણી હવે બોલિવુડમાં સૌથી વ્યસ્ત રહેલી અભિનેત્રીમાં સ્થાન મેળવી ચુકી છે. આ વર્ષે તેની ચાર ફિલ્મો રજૂ કરવામાં આવનાર છે. જેમાં અક્ષય કુમારની સાથે તેની લક્ષ્મી બોંબ ફિલ્મ ૨૨મી મેના દિવસે રજૂ કરાશે. આવી જ રીતે પાંચમી જુનના દિવસે ઇન્દુ કી જવાની ફિલ્મ રજૂ કરાશે. શેરશાહ નામની ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલહોત્રાની સાથે દેખાશે. આ ફિલ્મ ત્રીજી જુલાઇના દિવસે રજૂ કરાશે. તે ભુલ ભુલૈયા ફિલ્મમાં પણ દેખાશે. નિર્દેશક રાઘવ લોરેન્સ અક્ષય કુમારની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. લક્ષ્મી બોંબ સાઉથની સુપરહિટ સાબિત થયેલી હોરર ફિલ્મ કંચનાની રીમેક છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય રોલમાં નજરે પડનાર છે. તેની સાથે ફિલ્મમાં ખુબસુરત કિયારા અડવાણી નજરે પડનાર છે. ફિલ્મનુ શુટિંગ પૂર્ણ થવા આવ્યુ છે. કિયારા શાહિદ કપુર સાથે છેલ્લે કબીર સિંહ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મ નિર્માતા હાલમાં ફિલ્મના બીજા હિસ્સાનુ શુટિંગ કરી રહ્યા છે. કેટલાક ફોટો પણ જારી કરવામાં આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે અક્ષય કુમાર ગંભીર રીતે નજરે પડી રહ્યો છે. જ્યારે કિયારા હળવાશના મુડમાં દેખાઇ રહી છે. ફિલ્મના શુટિંગને વહેલી તકે આગળ વધારી દેવાના પ્રયાસ થઇ રહ્યા છે. ફિલ્મને નિર્ધારિત સમય મુજબ પાંચમી જુન ૨૦૨૦ના દિવસે જારી કરવામાં આવનાર છે. રાઘવ લોરેન્સ ફરી એકવાર હિન્દી ફિલ્મમાં વાપસી કરી રહ્યા છે. લક્ષ્મી બોંમ સાઉથમાં હોરર ફિલ્મ કંચનાની રીમેક છે. બોક્સ ઓફિસ પર સાઉથમાં આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં અક્ષય કુમાર એક કિન્નરના રોલમાં નજરે પડનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here