રાણપુરની ઘી.જન્મભૂમિ હાઈસ્કુલમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો.

584

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ધી.જન્મભૂમિ હાઇસ્કુલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.જેમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા તેમજ ટ્રસ્ટીઓ નરેન્દ્રભાઈ દવે, રાજુભાઇ શાહ પ્રકાશભાઈ સોની અને વામનભાઇ સોલંકી ઉપસ્થિતિ રહ્યા હતા.હાઈસ્કુલના આચાર્ય અનિલભાઈ ગોહિલ દ્વારા પરીક્ષાની તૈયારી અને ઉજ્વળ કારકિર્દી માટે પ્રેરણા અને આશિષ પાઠવવામાં આવ્યા હતા અને ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અનુભવોને વાગોળવામાં આવ્યા હતા તો સામે પક્ષે શાળાના શિક્ષકોએ પણ ખટમધુરા સ્મરણોને શબ્દ દેહ આપ્યો હતો.આ પ્રસંગે ધોરણ 9 અને 11 ના બાળકો દ્વારા વિદાઈગીતનું ગાન કરી વાતાવરણને લાગણીશીલ બનાવ્યું હતુ. શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની લાગણી અશ્રુ ધારા વહી હતી.કાર્યક્રમ ને અંતે અલ્પાહાર કરી ભારે હૃદયે છૂટા પડ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગતભાઈ મોટકા દ્વારા કરવામાં આવ્યું હતું.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleસરકારી પ્રાથમિક શાળાના ૧૮૧ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહીત કરાયા
Next articleભાવનગર તથા બોટાદ જિલ્લા કક્ષાના રોજગાર મેળામાં ૩૪૩ ઉમેદવારોની થયેલી પસંદગી