લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો

0
220
લાઠી ના તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.આર.મકવાણા ના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન થયું હતું. જેમાં શ્રી મયુરભાઈ, શ્રી ભરતભાઈ પાડા, શ્રી મહેશભાઈ કોટડીયા, શ્રી વિજયભાઈ યાદવ, ડો. દેથળીયા વગેરે પદાધિકારીઓ અને સામાજિક અગ્રણીઓ ની હાજરી માં દિપ પ્રાગટ્ય કરી, બહોળી સંખ્યામાં સ્વયંભૂ આવેલ દાતાઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવા માં આવેલ હતું.
ઇમરજન્સી માં જરૂરિયાત વાળા દર્દીઓને લાઠી માં જ લોહી પૂરતો જથ્થો અને સારવાર  મળી રહે તેવા શુભ આશય થી આ કેમ્પ ની સાથે ગુરુશિબિર નું આયોજન કરી રક્તદાન, તેની મહત્તા અને જરૂરિયાત મંદ દર્દીઓ માટે તેની ઉપયોગીતા અને રક્તદાન અંગે લોકજાગૃતિ વગેરે વિષયક આરોગ્ય શિક્ષણ આપવા માં આવ્યું હતું. આ કાર્યક્રમ ના આયોજન માં તાલુકા આરોગ્ય કચેરી લાઠી ના કર્મચારીઓ એ અગત્યનું યોગદાન આપ્યું હતું. તેમજ આવતી ૧૫ ફેબ્રઆરી ના રોજ દામનગર ખાતે પણ આ પ્રકારે રક્તદાન કેમ્પ નું આયોજન થનાર હોઈ તેમાં બહોળી સંખ્યામાં લોકો ભાગ લે તેવી અપીલ ડો. મકવાણા દ્વારા કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here