સના ખાનના મેલ્વિન લુઇસ સાથે સંબંધો તુટ્યા : રિપોર્ટ

0
290

અભિનેત્રી અને પૂર્વ બિગ બોસ સ્પર્ધક સના ખાને સોશિયલ મિડિયા પર કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસ સાથે બ્રેક અપ થયા હોવાની જાહેરાત કરી છે. અભિનેત્રીએ લુઇસ પર વિશ્વાસઘાત કરવાનો આરોપ મુક્યો છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે બંનેના સંબંધ તુટ્યાને એક વર્ષનો ગાળો પણ થયો નથી. બ્રેક અપને લઇને કેટલીક બાબતોનો ખુલાસો કરવામાં આવ્યો છે. સના ખાને કહ્યુ છે કે વાસ્તવિકતા અંગે જાહેરાત કરવા માટે તેને ખુબ મહેનત કરવાની ફરજ પડી છે. સના ખાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા કહ્યુ છે કે પોતાના બોયફ્રેન્ડ પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો. ખુબ હિમ્મત કરવાની ફરજ પડી છે. ઘણા બધા એવા લોકો હતા જે લોકો અમારા સંબંધ પર વિશ્વાસ કરી રહ્યા હતા. તેનુ કહેવુ છે કે સંબંધને લઇને કેટલાક લોકો ખુબ ખુશ હતા. સના ખાને કહ્યુ છે કે લુઇસને કોઇ પણ વ્યક્તિ સહન કરી શકે તેમ નથી. દુર્ભાગ્યથી આ બાબતને સમજી લેવામાં તેને એક વર્ષનો સમય લાગી ગયો છે. કારણ કે પોતાના બોયફ્રેન્ડ પર તે આંખ બંધ કરીને વિશ્વાસ કરી રહી હતી. અભિનેત્રીએ કહ્યુ છે કે તેને પોતાના માટે નિર્ણય કરવાની ફરજ પડી છે. લુઇસ ખુબ મોટા વિશ્વાસઘાતી તરીકે છે. તે કેટલીક યુવતિઓ સાથે વિશ્વાસઘાત કરી ચુક્યો છે. તેનુ કહેવુ છે કે કેટલીક યુવતિઓ પૈકી તે એક યુવતિને ઓળખતી હતી જેના મારફતે તેને સાવધાન કરવામાં આવી હતી. અભિનેત્રીના આ પોસ્ટના કારણે સોશિયલ મિડિયા પર જોરદાર ચર્ચા છેડાઇ ગઇ છે. તેનુ કહેવુ છે કે હવે કોઇના પર વિશ્વાસ કરવાની સ્થિતીમાં નથી. સના ફિલ્મોને લઇને આશાવાદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here