ફેશન મુડ પર આધાર રાખે છે : જાન્હવી દ્વારા ખુલાસો

0
239

બોલિવુડની યુવા પેઢીની લોકપ્રિય સ્ટાર પૈકી એક જાન્હવી કપુર હાલમાં અનેક પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મોની ઓફર પણ આવી રહી છે. તેનુ કહેવુ છે કે ફેશન મુડ પર આધારિત છે. તે હાલમાં કેટલાક મોટા બજેટની ફિલ્મમાં પણ દેખાઇ હતી. લેક્મે ફેશન વીક સમર રિસોર્ટ ૨૦૨૦માં જાન્હવી કપુર અને વિકી કૌશલની સાથે રેમ્પ વોકઆઉટ કરતી નજરે પડી હતી. આ ગાળા દરમિયાન બોલિવુડના બે કલાકારોએ રેમ્પ વોક કરીને તમામને પ્રભાવિત કર્યા હતા. જાન્હવીએ અહીં ફેશનની પોતાની પરિભાષા અંગે વાત કરી હતી. જાન્હવી કપુરે કહ્યુ છે કે તે એક મુડી ડ્રેસર છે. બીજી બાજુ વિકી કૌશલ કહે છે કે ફેશનની બાબત એવી છે કે પોતાની ઓળખ આપી શકે તે પ્રકારથી ફેશન રહે તે જરૂરી છે.જાન્હવી કપુરે કહ્યુ છે કે ફેશન તેના મુડ પર આધારિત રહે છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે વિક્કી અને જાન્હવી કપુર હાલમાં કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્તમાં નજરે પડી રહી છે. તેનુ કહેવુ છે કે ક્યા ઇવેન્ટમાં સામેલ થવા માટે તે ઇચ્છુક છે તે બાબત તેના પર આધાર રાખે છે. જાન્હવી કપુર વિતેલા વર્ષોની લોકપ્રિય અને સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીની પુત્રી છે શ્રીદેવીનુ થોડાક વર્ષ પહેલા દુબઇમાં મોત થયુ હતુ. તે એક કાર્યક્રમમાં પતિ બોની કપુર સાથે ગઇ હતી. ત્યારે તેનુ મોત થયુ હતુ. બોની કપુર પણ કેટલીક ફિલ્મોને લઇને હાલમાં વ્યસ્ત છે. પિતા બોની કપુરની હોમ પ્રોડક્શનની ફિલ્મમાં પણ તે કામ કરી રહી છે. જાન્હવી કપુર બોલિવુડમાં કેરિયર બનાવવાને લઇને આશાવાદી છે. તે માને છે કે બોલિવુડમાં તમામ નવી અભિનેત્રીઓ માટે કામ છે. હાલમાં તેની મુખ્ય સ્પર્ધા સારા અલી ખાન અને અનન્યા પાન્ડેની સાથે ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here