કૃતિ સનુન પાસે તમામ મોટી અને સારા બજેટની ફિલ્મ છે

0
141

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કૃતિ સનુનની બોલબાલા સતત વધી રહી છે. પાનિપત અને હાઉસફુલ સિરિઝની ફિલ્મમાં કામ કર્યા બાદ તેની સફળતાની નોંધ લેવામાં આવી રહી છે. તે હવે અનેક મોટા બજેટની ફિલ્મ હાંસલ કરી રહી છે. તે હાલમાં જે ફિલ્મમાં કામ કરી રહી છે તેમાં મીમી, બચ્ચન પાન્ડે અને વીરમની રિમેક ફિલ્મનો સમાવેશ થાય છે. આમા પણ બચ્ચન પાન્ડેમાં તો તે અક્ષય કુમાર જેવા ટોપ સ્ટાર સાથે નજરે પડનાર છે. ઉપરાંત દક્ષિણ ભારતની ફિલ્મ વીરમની રીમેક માટે પણ તેની પસંદગી કરવામાં આવી છે. તેની મીમી ફિલ્મ ૧૭મી જુલાઇ ૨૦૨૦ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. તે છેલ્લે અક્ષય કુમારની જ હાઉસફુલ સિરિઝની ફિલ્મમાં દેખાઇ હતી. પાનિપતમાં તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા થઇ હતી.પાનિપત ફિલ્મમાં કામ કરતા પહેલા તે મરાઠી ભાષા શિખવામાં વ્યસ્ત બની હતી. કૃતિ ગંભીરતાપર્વક ધ્યાન આપી રહી છે. પાનિપત ફિલ્મમાં તે મરાઠા યોદ્ધા સદાશિવ રાવની પત્નિ પાર્વતી બાઇના રોલમાં નજરે પડી હતી. સદાશિવ રાવે પાનિપત યુદ્ધમાં અફઘાનિસ્તાનના શાસકો સામે લડાઇ લડી હતી. કૃતિ કહે છે કે તે નોર્થ ઇન્ડિયન પંજાબી યુવતિ છે. જેથી તેના માટે મરાઠી ફિલ્મમાં કામ કરવાની બાબત સરળ ન હતી. આ ફિલ્મ પિરિયડ ડ્રામા ફિલ્મ હતી. જો કે ફિલ્મને કોઇ ઉલ્લેખનીય સફળતા હાથ લાગી ન હતી. ફિલ્મમાં કૃતિ ઉપરાંત અર્જુન કપુર, સંજય દત્તની પણ ભૂમિકા હતી. અક્ષય કુમારની સાથે પોતાની ફિલ્મ બચ્ચન પાન્ડે માટે તે ખુબ આશાવાદી છે. અક્ષય હજુ સુધી સફળ સ્ટાર તરીકે સાબિત થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here