અનુભવના ઓટલે અંક: ૪૮ખતરાની ઘંટડી

0
185

મારા જીવનનો વનપ્રવેશ અંતરના વલોપાતનો રહ્યો છેભીતરમાં ચાલતા અનેક તોફાનો વચ્ચે મારી વિચારોની નાવ ધીમી ગતિએ,પોતાનું અંતર કાપી રહી છેગત પાંચ દાયકામાં  અનુભવ્યું હોયતેવું નીતિગત પરિવર્તન જોવા મળ્યુ છેતેમાંય છેલ્લા દાયકાનો ઉતરાર્ધ અનેક ચિંતાઓ લઈને આવ્યો હોય તેમ લાગે છેરોજબરોજ બહાર પડતા ફતવા વધુ પીડા પહોંચાડે છેસેવાક્ષેત્ર સાથે જોડાયેલો હોવાથી પ્રથમ નજરે તેને થતી હાનિ જલદી નજરે ચડે છેછેલ્લી બે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ થયેલા ત્રણથી ચાર વાર્ષિક બજેટમાં થયેલા ફેરફારના લીધેચેરેટી સંસ્થાઓને મળતા અનુદાનની રકમમાં સારો એવો ઘટાડો થયો છેઆવી સંસ્થાઓને અનુદાન આપતા દાતાને મળતી કેટલીક કર રાહતો માટેની કલમો રદ કરી દેવામાં આવી છેપાંત્રીશ સીકલમ નાબૂદ થતા દાન આપતા દાતાઓને સો ટકા ટેક્ષ રાહત મળતી બંધ થઈ ગઈ છેપરિણામે સેવાકીય સંસ્થાઓની કેટલીક યોજનાઓ અપૂરતા નાણાસ્ત્રોતના કારણે ખોરંભે પડી છેજીએસટીનો અમલ થવાના પગલે વિકલાંગોના ખાસ સાધનો તૈયાર કરવાની સામગ્રી,બ્રેઇલ પેપર સહિતની ઘણી ચીજવસ્તુઓ મોંઘી થઈ છેઅગાઉ આવી ઉત્પાદિત સામગ્રીને પ્રત્યેક્ષ કે પરોક્ષ કારમાંથી મુક્તિ આપવામાં આવતી હતીપ્રજ્ઞાચક્ષુ તેમજ વિકલાંગ વ્યક્તિઓ ઉપયોગ કરતા હોય તેવી ચીજ વસ્તુઓ ઉત્પાદિત કરતાં હોય તેવા એકમોને કેટલીક ટેક્ષ રાહત આપવામાં આવતી હતીપ્રજ્ઞાચક્ષુ કે વિકલાંગ વ્યક્તિઓને ઉપયોગી સાધનો રાહતદરે પૂરા પાડવાની કોઈ પણ સરકારની જવાબદારી છેતેથી જેતે સરકારે આવી સાધનસામગ્રી સરળતાથી દેશમાં ઉપલબ્ધ બને તેવા ઉપાયો હાથ ધરવા જોઈએમારે દુ:ખ સાથે કહેવું જોઈએમારી વયનો પાંચમો દાયકો ઘણો દુ:ખદ અને પીડા આપનારો નિવડ્યો છેપહેલી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ રજૂ થયેલા બજેટની કેટલીક જોગવાઈઓ સેવાકીય સંસ્થાઓ માટે સ્પિડબ્રેકર બનીને આવી છેતે ચેરિટી સંસ્થાઓના વિકાસને માઠી અસર કરશેએટલું  નહિ સેવા કરતી સંસ્થાઓએ તેના લાભાર્થીની ચિંતા બાજુ પર મૂકી નવા નિયોમો મુજબ રેકોર્ડ નિભાવા વધુ ધ્યાન આપવું પડશેએટલે કે “તાસ ભાંગી ટબૂડી ઘડવાનું કામ કરવુ પડશે” વળી સેવાનું કાર્ય પડતું મૂકી રેકોર્ડ ઊભો કરવા કાળજી રાખવી પડશેજે રીતે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો શિક્ષણ કાર્ય પડતું મૂકી સરકારની સૂચનાઓ મુજબ ઓનલાઈન ડેટા સબમિટ કરે છેસરકારનું કામ ટેક્ષમાંથી કમાણી કરવાનું નથીસરકારની જવાબદારી પ્રજાને સગવડો પૂરી પાડી તેની સુખાકારી વધારવાની છેપીડિતોવંચિતોવિકલાંગોની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ કરવાની પણ છેસંસ્થાઓ નૈતિક રીતે આવી જવાબદારી વહન કરે છેતેથી નાણાના અભાવે આવી પ્રવૄત્તિઓ અટકી  પડે તે જોવાની જવાબદારી પણ સરકારની બને છેતેથી નાણાકીય બજેટમાં રાહતો આપીસરકારે ચેરીટી સંસ્થાઓને મજબૂત કરવી જોઈએકારણ કે વિકલાંગ વ્યક્તિ પણ સમાજનું અભિન્ન અંગ છતેથી તેના વિકાસ માટે દિવસરાત કામ કરતી સંસ્થાઓને લોકો દાન આપવા આગળ આવે તેવી જોગવાઇઓ ઘડી કાઢવી જોઈએએટલું જ નહિ દરેક સરકારે દાતાઓને કરવેરામાં ખાસ છૂંટછાટ મળે તેવા પગલાં ભરવા જોઈએ.

 

૨૦૨૦ ના બજેટની કેટલીક જોગવાઇઓ વિશે વિગતે ચર્ચા કરીએ તો આપ સૌને ખ્યાલ આવશેખતરાની ઘંટડી શું સૂચવે છેહવે બેનામી દાન લઈ શકાશે નહિદાન આપનાર દાતાની સંપૂર્ણ વિગતોનો સંગ્રહ કરવા ખાસ રજિસ્ટર નિભાવવું પડશેદાતાના પાનકાર્ડ અને આધારકાર્ડના નંબર સંસ્થાઓએ પોતાના રિટર્નમાં દર્શાવવા પડશે૧૨ અને ૮૦ જીપ્રમાણપત્ર દર પાંચ વર્ષે રિન્યુ કરાવવું પડશેહાલ તે આજીવન છેનવી સંસ્થાઓ ખોલવી હવે અઘરી બનશેજૂની સંસ્થાઓ ચલાવવી હશે તો પણ આગળ જણાવેલી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશેનિયમોનું ચુસ્ત પાલન કરવા ટકોર કરવામાં આવી છેચૂક કરનાર સંસ્થાઓને મોટી પેનલ્ટી ભરવી પડશેટૂંકમાં, સરકાર કમાણી જતી કરવા નમતું જોખવા તૈયાર નથીતમે જોયું તેમ આવી ચેરિટી સંસ્થાઓ દાતાઓના દાન પર ચાલતી હોય છેતેથી સરકારે દાતાઓ ચેરિટી સંસ્થાઓને સહાય કરવા આગળ આવે તેવી જોગવાઈઓ પોતાના વાર્ષિક બજેટમાં રજૂ કરવી જોઈએએટલું જ નહિ આવા દાતાઓને પ્રોત્સાહન મળે તેવી અવનવી યોજનાઓ અમલમાં મૂકવી જોઈએચેરિટી સંસ્થાઓ સમાજની કમર ગણાય છેકમરને મજબૂત બનાવવા આપણા વડિલો વસાણા ખાવાની સલાહ આપતા આવ્યા છેજેમ વસાણા શિયાળામાં ખાવા જોઈએતેમ દાતારૂપી સમાજના વસાણાને સરકારે વાર્ષિક બજેટમાં યાદ કરી તેને ધંધા વ્વવસાયમાં રાહત મળે તેવા પગલાં ભરવા જોઈએતંદુરસ્ત સમાજ રચના માટે સરકારે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છેદુનિયાના દેશો  દિશામાં ઘણા  આગળ નીકળી ગયા છેશિક્ષણમાં આમૂલ પરિવર્તનની જરૂર છેયાદશક્તિના બદલે સંવેદનશીલતાને શિક્ષણમાં વધુ મહત્વ આપવાની આવશ્યકતા છેવર્તમાન સમયમાં શિક્ષણમાં વ્યક્તિનો ગુણાંક જેટલો ઊંચો આવે છેતેટલો ભાવાંક દ્રશ્યમાન થતો નથીપરિણામે કાર્ય સાથે તેનો લગાવ હોતો નથીઆવા લોકોનો ધ્યેય ધન કમાવાનો રહે છેતેને દેશના લોકોની ચિંતા ભાગ્યે જ સ્પર્શી શકે છેભાવાંકથી વંચિત સંવેદનહીન સત્તાના સિંહાસને બેઠેલો માણસ તેના સ્વભાવ મુજબ કામ કરતો હોય છેતેથી તેને આર્થિક લાભ સિવાય કશુંય નજરે પડતું નથીસંવેદનહીન લોકો પૈકી ઉચ્ચ અધિકારી કે ચૂંટાયેલા સભ્યોમાંથી કોઈ વ્યક્તિ મંત્રી પદે પહોંચી જાય છેત્યારે તેના માઠા પરિણામો દેશની જનતાને સહન કરવા પડે છેપોતાનો રાજકીય રોટલો શેકવા પ્રજા વચ્ચે ફૂટ પડાવીસત્તાનો તાજ પહેરવા ભાષાનો વૈભવ પાથરી નાટકનો નાયક બની જાય છેલાગણીના અભિનયનું નાટક ભજવી પોતાની સત્તાનો પરવાનો તાજો કરી લેતા હોય છેતો વળી કેટલાક પોતાનો પાકો થયેલો પરવાનો અકબંધ રાખવા નીતનવા બાના શોધી કાઢતા હોય છેપોતાનો કક્કો ખરો કરવા પ્રજાને ગેરમાર્ગે દોરે છેએટલું જ નહિસત્તા અને પૈસાના જોરે મોટા સરઘસો કઢાવી કીમતી માનવ કલાકોનો ભોગ લેતા હોય છેઆજકાલ નાગરિક સંશોધન કાયદાના નામે સરકાર માથે રહી શાંતિને ડોળવાનું કામ કરી રહી છેદેશમાં શાંતિ જાળવવા કાયદાઓ અમલમાં લાવવામાં આવે છેપરંતુ અહીં તો કાયદાના નામે અશાંતિને આમંત્રિત કરવામાં આવે છેસરકાર ગામેગામ રેલીઓ અને સભાઓ ભરી રહી છેવિરુદ્ધમાં સભાઓ કે રેલીઓ યોજાય તે સમજાય તેવી બાબત છેપણ કાયદાની તરફેણમાં સરકારને ઢોલનગારા સાથે મેદાનમાં કેમ આવવું પડે છેતે મારી સમજમાં આવતું નથીમારા ત્રેપન વર્ષમાં મેં કોઈ સરકારને  રીતે મેદાનમાં આવતી જોઈ નથીસૂર્યને તેના પ્રકાશની જાહેરાત કરવા શા માટે આવવું પડેગમે તેવા ઘટાટોપ વાદળો છવાય જાય તો પણ સૂર્યનો પ્રકાશ છાનો રહેતો નથીએટલે કે આપણને દિવસરાતનો અનુભવ થયા વિના રહેતો નથીસરકારની બાબતમાં પણ  વાત લાગુ પડે છેપ્રજાના કલ્યાણની યોજનાઓ માટે મેદાનમાં આવવાના બદલે પ્રજાના હૃદય સુધી પહોંચવાની જરૂર છે.

 

દેશમાં ૧૮૮૭ માં પ્રથમ પંજાબના અમૃતસરમાં અંધશાળાનો પ્રારંભ થયો હતોદેશમાં વિદેશી શાસન હોવા છતાં જે તે સરકારે તેને સહાય કરી હતીઆજે ગંગા ઊલટી વહેવા લાગી છે.  ચેરિટી સંસ્થાઓ માટે અનેક નિયંત્રણો દાખલ કરવા દર પાંચ વર્ષે નોંધણી પ્રમાણપત્ર તાજું કરાવું પડશેઆવી કામગીરી ઓનલાઈન કરવાની હોવાથી સક્ષમ સ્ટાફ રોકવો પડશેએક તરફ દાન આપતા દાતાઓને મળતી કર રાહતો ઓછી કરવામાં આવે છેબીજી તરફ સંસ્થાઓના ખર્ચમાં તોતિંગ વધારો થાય,તેવા નિયમો દાખલ થઈ રહ્યા છેએટલું જ નહિમંજૂર થયેલ મહેકમ મુજબ પણ સંસ્થાઓને કર્મચારીઓ ફાળવવામાં આવતાં નથીવયમર્યાદાના લીધે ખાલી પડેલી જગાઓ ભરવામાં આવતી નથીકેટલીક ખાલી પડેલી જગાઓ સમયાંતરે રદ કરી દેવામાં આવે છેપીડિતોવંચિતોવિકલાંગો કે નબળા વર્ગને મદદ કરવાની જવાબદારી માત્ર સંસ્થાઓની  હોયતેમ સરકાર વર્તી રહી છેઅંતરની આંખે દેખાતા ભાવ વ્યક્ત કરી હળવો થવ ઇચ્છું છું.

વેદનાની વાદળી વરસી પડે તો શું થયું?

કાળમીંઢ પથ્થર ક્યાં પીગળી જાય છે?

ઝગમગ” તારો દરબાર વિખરાય જાય તો શું થયું?

ભલા અમારો વૈભવ કેવો પથરાઇ જાય છે?”

 

વેદનાનો વંટોળ ભલે ગમે તેવો ચડેદુ:ખનો પાનખર ભલે લાંબો ચાલે,

અજ્ઞાનનો અંધકાર ચોમેર પથરાઈ ભલે,બધી સીમાઓને ઘેરી વળે ભલે,

પણ દર્પણના દ્વાર ખોલી દોસ્તો અમે,નીકળી પડીશું ચેહરો અમારો સજાવા.

ચિંતા ભલે લાખો લોકો કરતા રહે,

કાશ અમારી સત્તાનો “ઝગમગ” પરવાનો પાકો કરી લઈશું”

લાલચું લોકો તેની સત્તા જમાવા ગમે તેવા વિગ્રહો કરાવી પોતાની સત્તાનો પરવાનો પાકો કરી લેતા હોય છે. તેમની નીતિ “કન્યા મરોવર મરોમારું તરભાણું ભરો” જેવી હોય છેઆવા લાલચું સત્તાધીશો પોતાની યોજના પાર પાડવા સાંઠગાંઠ કરી અઢળક ધન કમાય લેવામાં રચ્યાપચ્યા રહે છેપ્રજાનું ધ્યાન આવા મુદ્દાઓ પર કેન્દ્રિત  થાય તે માટે અનેક પ્રપંચ રચવામાં આવે છે.  પ્રજા સમક્ષ સભામાં ઇતિહાસની બનાવટી ઘટનાઓ રજૂ કરીતેને ગેરમાર્ગે દોરી ચૂંટણીમાં વિજેતા બનતા હોય છેતેથી આવા તકવાદી લોકોને ઓળખી લઈલોકશાહી પ્રણાલીને આપણે ઉગારી લેવી પડશેનાટકનો કલાકાર રાજા મહારાજાનું મહોરું પહેરી પોતાની કલા પાથરી દર્શકોને જીતી લે છેતેમ સત્તાનો લાલચું નેતા લોકશાહીનું મહોરું પહેરી રાજગાદી મેળવી લેતા હોય છેકોઈ પણ કાયદો ઘડવાનો અધિકાર સંસદનો છેબહુમતિ જે પક્ષ ધરાવતો હોય તેણે દેશના નાગરિકોના હિતમાં જરૂરી ખરડા સંસદમાં લાવી, તેને પસાર કરી, નિયમો અર્થાત કાયદાનું અસરકારક અમલીકરણ કરવાનું હોય છેપોતાનો નિર્ણય ખરો ઠેરવવા રોડ પર આવવાની જરૂર નથીનાગરિક સંશોધન કાયદાની જોગવાઈઓ વિશેચાલતો મતભેદ લોકતંત્ર માટે ખતરાની ઘંટડી બની રણકી રહ્યો છેલોભી નેતાઓની લોલુપતાનો પડઘમ શાંત નહિ પડે તો સત્તાનો સંગ્રામ હોલિકાની જેમ ભડકે બળશેપ્રજા તેમાં શેકાઈ મરશેત્રીજો કોઈ ફુલાય ફરશેગાંધીનો આઝાદ દેશ ઘરના લોકોથી ઉજજડ બનીઉદાસ બનશેપછી નહિ રહે ફળ મીઠા ખાવા જેવાલોકશાહી લુંટાય જશેઆપણી આઝાદી એળે જશેહું તો  બધી ચિંતાઓથી ગૂંગળાઈ રહ્યો છુંતમને કહી મારો બોજ હળવો કરવા ઇચ્છું છુંતમે મારી વારે આવશો તો આનંદ થશેઅંતરના આગણે ખુશીના પડઘમ વાગશેમહાત્મા ગાંધીના આશીર્વાદનો વરસાદ વરસશેતેમાં ભીંજવાનું મને અને તમને ખૂબ ગમશે.

ગમતું મળે તો એલા,

ગુંજે ના ભરીએ,

ગમતાનો કરીએ ગુલાલ”

આપણને ગમતી વસ્તુ મળે તો તેને આપણા ખીસામાં મૂકવાના બદલે તેની લહાણી કરવી જોઈએ પંક્તિ મને એટલે યાદ આવે છે કે છેલ્લા ઘણા સમયથી દેશના મોટાભાગના રાજ્યોમાં કોઈ એક રાજકીય પક્ષને સફળતા મળે છેતેથી તેમણે ઉદાર બની તટસ્થ રહી દરેકની સુખશાંતિ માટે નીતિઓ ઘડવી જોઈએસરકારની તિજોરી ભરવાના બદલે સમાન સમાજરચનાને ઉત્તેજન મળે તેવા આર્થિક લાભ આપવા જોઈએસરકારના નાના કામને મોટું દેખાડવાઅઢળક નાણાનો વ્યય થતો રોકવાની જરૂર છેપોતાનો વટ પાડવા અન્ય દેશોને આર્થિક મદદ કરવાની જાહેરાત સાંભળી વિચાર આવે છે: “ઘરના છોકરાં ઘંટી ચાંટે ને ઉપાધ્યાયને આંટો” દેશના ગરીબોને પૂરતી સવલત મળી નથી,  ત્યારે અન્ય દેશોને મદદ કરવાની જરૂર જણાતી નથીવાતુએ આંબા પાકતા નથીતેનો ઉછેર ખૂબ જતનથી કરવો પડે છેદેશને સમૄદ્ધ બનાવવા ઉત્તમ સમાજરચનાને ટેકો મળે તેવી યોજનાઓનો અમલ કરવો પડે.

ત્યારે ખતરાની ઘંટડીનો નાદ કહે છે:

વારાફરતી વારો આવે નાના મોટા સૌનો,

સો દાડા સાસુના તો એક દાડો વવનો”

જ્યારે  સંવાદ મંદિરની ઝાલર બની રણકવા લાગશે,  ત્યારે ઝાલરનો નાદ આપણા કલ્યાણનો સંવાદ બની જશેરણકતો નાદ મને અને તમને જોડશે:

આશાનું આંગણું સજાવાહૈયે ધરજે હામ,

માનવતાની મહેક બની તું,

અંધજગતના ‘ઝગમગ’ કરજે કામ”

લેખક: લાભુભાઈ ટી.સોનાણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here