મહુવા તાલુકાના ગુરુદત્તાત્રેય આશ્રમ ખાતે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો આવતીકાલથી પ્રારંભ

589

મહુવા તાલુકાના બગદાણાધામ થી નજીક આવેલ શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ-ગૌશાળા કોટીયા(બાવવાળા)માં તા.૨૧-૨ થી ક્ષીપ્રાગીરી મહારાજ(બાપજી)ના વક્તા પદે શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો થઈ રહેલા પ્રારંભમાં તળાજાનાં દેવળીયા ગામની ધાર પર આવેલ ગુરુદત્તાત્રેય આશ્રમેથી પ્રસ્થાન થનાર પોથીયાત્રામાં ૩ ટ્રક,૨ બગી,૨૫ ટ્રેક્ટર,૧૫ ઘોડા,બળદગાડા,ઉંટગાડી,ખુલ્લી જીપમાં શ્રદ્ધાળુઓ ઢોલ-નગારા-ડી.જે.ની સંગીત સુરાવલી સાથે કીર્તન કરતા કરતા ૧૪ કી.મી.ઐતિહાસિક લાંબી યાત્રા શ્રી ગુરુદત્તાત્રેય આશ્રમ પહોંચશે.તા.૨૧,૨૩,૨૫ અને ૨૭ની રાત્રે સંતવાણી તેમજ કથા શ્રવણનો સમય સવારના ૯ થી બપોરના ૧.૩૦ સુધીનો અને કથા વિરામ તા.૨૮ સુધી મહાપ્રસાદ રાખેલ હોય આશ્રમના મહંતશ્રી લહેરગિરિબાપુ ગુરુમહારાજ બ્રહ્મલીન મોહનગીરીબાપુ,સેવક સમુદાય આ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવેછે.તેમ કુંઢડાના સેવક અનિલભાઈ વેલજીભાઈ બારૈયાએ યાદીમાં જણાવેલ છે.

અહેવાલ અતુલ શુકલ દામનગર.

Previous articleઘોઘા તાલુકા પંચાયત ની સામાન્ય સભા માં સર્વાનુમતે બજેટ મંજુર
Next articleલોકભારતી સણોસરા ખાતે ઈસરો દ્વારા આયોજિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ઉપગ્રહ અને અંતરીક્ષની વિગતો મેળવી