ભાગ્યશ્રી ફરીવખત એન્ટ્રી કરશે : ત્રણ ફિલ્મો હાથમાં

0
113

સલમાન ખાન અભિનિત મૈને પ્યાર કિયા ફિલ્મ સાથે બોલીવુડ કેરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી ભાગ્યશ્રી લાંબા ગાળા બાદ વાપસી કરવા જઈ રહી છે. આશરે એક દશકના ગાળા બાદ ભાગ્યશ્રી વાપસી કરવા જઈ રહી છે. તેનું કહેવું છે કે, તે હજુ પણ એક નવા અભિનેતા અને અભિનેત્રીની જેમ અનુભવ કરે છે. વર્ષ ૧૯૮૯માં મૈને પ્યાર કિયા ફિલ્મ સાથે બોલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરનાર ભાગ્યશ્રી હવે કન્નડ પ્રોજેક્ટ સાથે આ વર્ષે એન્ટ્રી કરનાર છે. તેની પ્રથમ ફિલ્મ રેડ એલર્ટ હતી જે ૨૦૧૦માં રજૂ કરવામાં આવી હતી. ભાગ્યશ્રી પાસે ત્રણ ફિલ્મો રહેલી છે જેમાં ટુ સ્ટારની તેલુગુ રિમેક કિટ્ટી પાર્ટીમાં તે નજરે પડશે. હિન્દુ વર્ઝનમાં રેવતી દ્વારા અદા કરવામાં આવેલી ભૂમિકાને તે અદા કરશે. પ્રાપ્ત માહિતી મુજબ તે એક ફિલ્મમાં પ્રભાસની સાથે પણ નજરે પડનાર છે જેમાં પ્રભાસ-૨૦ નામ આપવામાં આવ્યું છે. લોકો દરેક ફિલ્મમાં એક નવી ભાગ્યશ્રીને જોશે. તે જુદા જુદા રોલમાં નવી ફિલ્મોમાં નજરે પડનાર છે. લાઈફના આ તબક્કામાં પણ તેને સારી ભૂમિકા હાથ લાગી ગઈ છે. નવી ફિલ્મો સાથે નવી ચીજો શીખી રહી છે. સુરજ બડજાત્યાની ફિલ્મ મૈને પ્યાર કિયા ફિલ્મ સાથે ભાગ્યશ્રીએ બોલીવુડમાં એન્ટ્રી કરી હત અને રાતોરાત સુપર સ્ટાર બની હતી. ત્યારબાદ તેની પાસે અનેક ફિલ્મોની ઓફર આવી હતી પરંતુ સુપર સ્ટાર હતી ત્યારે જ ભાગ્યશ્રીએ લગ્ન કરી લીધા હતા અને પોતાના પતિ સાથે ફિલ્મો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેની આ યોજના નિષ્ફળ ગઇ હતી અને પતિ સાથે તેની રજૂ થયેલી તમામ ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ફ્લોપ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here