રોમીના રોલને લઇ દિપીકા આશાવાદી છે : શૂટિંગ જારી

0
149

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી દિપીકા હવે કપિલ દેવની લાઇફ ઉપર બની રહેલી ૮૩ નામની ફિલ્મમાં રણબીરસિંહની સાથે નજરે પડશે. દિપીકા આ ફિલ્મમાં કપિલ દેવની પત્નિ રોમીની ભૂમિકા અદા કરવા જઈ રહી છે જ્યારે આ ફિલ્મમાં તેની વાસ્તવિક લાઇફમાં પતિ રહેલા રણવીરસિંહની ભૂમિકા છે જે કપિલ દેવના રોલમાં નજરે પડશે. રિયલ લાઇફ કપલની ભૂમિકા હવે ફિલ્મમાં પણ નજરે પડશે. દિપીકા ફિલ્મમાં રોમી તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. જાણકાર લોકોનું કહેવું છે કે, રણવીર અને દિપીકા માટે આ પડકારરુપ ભૂમિકા હોવા છતાં આમા કેટલીક ખામીઓ દેખાઈ રહી છે. ફિલ્મને લઇને પોસ્ટરો જારી કરવામાં આવ્યા બાદ રોમીની ભૂમિકાને લઇને ચર્ચા શરૂ થઇ છે. મહાન ક્રિકેટ ખેલાડી કપિલ દેવના પત્નિ રોમી દેવની ભૂમિકામાં દિપીકા ખુબ મહેનત કરી રહી છે. બંનેને એક સાથે ભૂમિકા સોંપવાની બાબત પણ મહત્વપૂર્ણ હોવાની વાત નિર્માતા-નિર્દેશકો દ્વારા કરવામાં આવી છે. કપિલ દેવે ૧૯૮૩ના વર્લ્ડકપમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું અને ભારતે આ વર્લ્ડકપ જીતી લેવામાં સફળતા મેળવી હતી. કપિલ દેવે એક કેપ્ટનની સાથે સાથે બેટ્‌સમેન અને બોલર તરીકે પણ યાદગાર ભૂમિકા અદા કરી હતી. રણવીરસિંહે આ ફિલ્મમાં રોલ કરવા માટે ખુબ મહેનત કરી છે. કપિલ દેવ પાસેથી પણ માર્ગદર્શન મેળવ્યું છે. ફિલ્મના કેટલાક શૂટિંગના સંદર્ભમાં કપિલ દેવે રણવીરસિંહને માહિતી આપી છે. ફિલ્મનું શૂટિંગ બ્રિટનમાં પણ કરવામાં આવ્યું છે જે યાદગાર રહેશે. ૧૯૮૩માં બ્રિટનમાં જ વર્લ્ડકપનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here