અક્ષય કુમાર એકતા કપૂરની ફિલ્મમાં ચમકશે : અહેવાલ

0
113

અક્ષયકુમાર અને એકતા કપૂર ફરી એકવાર સાથે મળીને આગળ વધી રહ્યા છે. અક્ષય કુમાર હાલમાં ત્રણ ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. આ તમામ ફિલ્મો ૨૦૨૧ સુધી પૂર્ણ થશે. એપ્રિલ મહિનામાં અતરંગી રે નામની ફિલ્મનું શૂટિંગ શરૂ થનાર છે. બચ્ચન પાંડે નામની ફિલ્મ પણ તેની પાસે રહેલી છે. આ ઉપરાંત બેલબોટમ નામની કેરિયર ડ્રામા ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે. હવે એવું જાણવા મળ્યું છે કે, અક્ષયકુમારે ચોથી ફિલ્મ પણ સ્વિકારી લીધી છે. આ ફિલ્મ આગામી વર્ષના બીજા તબક્કામાં રજૂ કરવામાં આવશે. એકતા કપૂરના પ્રોજેક્ટમાં તે કામ કરવા જઇ રહ્યો છે. આ બંને છેલ્લે સાત વર્ષ અગાઉ મિલન લુથરિયાની ફિલ્મ વંશ અપોન ઇન ટાઈમ મુંબઈ દોબારા નામની ફિલ્મમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ હતી. સુત્રોના જણાવ્યા મુજબ બંને દ્વારા હાલમાં જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચાઓ ચાલી રહી છે. અક્ષય કુમારે ૧૦ દિવસ પહેલા જ આ ફિલ્મ પર હસ્તાક્ષર કરી દીધા છે. અન્ય બાબતો તૈયાર થઇ રહી છે. આ એક એક્શન કોમેડી ફિલ્મ રહેશે. આ વર્ષના અંત સુધી ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. અક્ષયકુમારની પાંચ ફિલ્મો રજૂ કરવામાં આવનાર છે. અક્ષયકુમાર હાલમાં રોહિત શેટ્ટીની સૂર્યવંશી ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત ઇદના દિવસે તેની લક્ષ્મી બોંબ નામની ફિલ્મ રજૂ કરાશે. તેની અન્ય ફિલ્મો પણ છે. અક્ષય એક પછી એક ફિલ્મો સાઈન કરી રહ્યો છે. અક્ષયકુમાર રેંકિંગને લઇને વધારે પ્રયાસો કરી રહ્યો નથી પરંતુ વધુને વધુ ફિલ્મો કરી આવક ઉભી કરવાના પ્રયાસમાં લાગેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here